બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:54 PM, 11 June 2026
અમેરિકી સૈન્ય અને વૈશ્વિક સુરક્ષાના સૌથી મજબૂત કેન્દ્ર ગણાતા અમેરિકી રક્ષા વિભાગના કાર્યાલય 'પેન્ટાગન' માંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પેન્ટાગનની અંદર શંકાસ્પદ ખતરનાક સામગ્રી હોવાના ઇનપુટ્સ મળ્યા બાદ બિલ્ડિંગના કેટલાક મહત્વપૂર્ણ હિસ્સાઓને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા જ આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને બિલ્ડિંગના અનેક ફ્લોર ખાલી કરાવીને વિશેષ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, પેન્ટાગન પ્રશાસનને ત્યાં HAZMAT ને લગતી કોઈ મોટી ગરબડ થઈ હોવાની આશંકા હતી. સામાન્ય રીતે HAZMAT એટલે કે 'હેઝાર્ડસ મટીરિયલ્સ' એવા રાસાયણિક, જૈવિક કે પરમાણુ પદાર્થો હોય છે જે મનુષ્યોના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સરકારી સંપત્તિને બહુ જ ટૂંકા સમયમાં ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પેન્ટાગનના સત્તાવાર પ્રવક્તા શૉન પાર્નેલે આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઇમારતની અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમે એર ક્વોલિટી સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા શોધી કાઢી છે. આ ચોક્કસ ખામી સામે આવ્યા બાદ એહતિયાતના પગલારૂપે તરત જ પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
United States | ACFD units, including our Hazardous Materials Team, are currently operating at the Pentagon in support of PFPA’s Hazmat Team during a hazardous materials incident: Arlington Fire & EMS pic.twitter.com/TOk1JWjdFP
— ANI (@ANI) June 11, 2026
ADVERTISEMENT
પ્રવક્તા પાર્નેલે વધુમાં ઉમેર્યું કે, રક્ષા વિભાગ પોતાના નિર્ધારિત સુરક્ષાના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનો કડક અમલ કરી રહ્યું છે. જે અંતર્ગત પ્રભાવિત વિસ્તારમાં હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 'શેલ્ટર-ઇન-પ્લેસ' નો આદેશ આપવામાં આવ્યો છે. પેન્ટાગન પાસે ઇમારત અને તેમાં હાજર હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વની સૌથી એડવાન્સ્ડ સેન્સર સિસ્ટમ્સ ઉપલબ્ધ છે. આ સિસ્ટમે જ હવાની ગુણવત્તામાં ગરબડ હોવાનો સંકેત આપ્યો હતો, જેથી અમે તેની વાસ્તવિક ગંભીરતા જાણી શકીએ. અમારી ક્વિક રિસ્પોન્સ ટીમો સંપૂર્ણ રીતે તૈનાત છે અને બિલ્ડિંગમાં હાજર સ્ટાફની મદદ માટે તૈયાર છે. અમેરિકી મીડિયા નેટવર્કના અહેવાલ મુજબ, પેન્ટાગનની અંદરના અનેક માળ અને મહત્વના કોરિડોરને સંપૂર્ણ લોકડાઉન હેઠળ રાખવામાં આવ્યા હતા અને બાકીના ભાગોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેન્ટાગનના કોરિડોર 4 થી 7 માં બીજા માળથી લઈને પાંચમા માળ સુધીના વિશાળ હિસ્સાને સંપૂર્ણપણે લશ્કરી ચોકીની જેમ સીલ કરી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં તપાસ કરવા પહોંચેલા સ્પેશિયલ પોલીસકર્મીઓ અને સિક્યોરિટી ગાર્ડ્સ ચહેરા પર સ્પેશિયલ ગેસ માસ્ક અને કેમિકલ પ્રોટેક્શન ગિયર પહેરેલા જોવા મળ્યા હતા. પેન્ટાગને પોતાના શરૂઆતી નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેમિકલ તપાસ પ્રક્રિયા પૂર્ણ થવામાં આશરે 1 થી 2 કલાક જેટલો સમય લાગી શકે છે.
આ પણ વાંચોઃ ક્રાઇમ / મણિપુરમાં ભારે બબાલ, 6 લોકોની ઘાતકી હત્યા, લાશો જોઈને ધ્રુજી ઉઠ્યા લોકો
ADVERTISEMENT
પેન્ટાગનમાં સર્જાયેલી આ ભયાનક અફરાતફરી વચ્ચે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ પોતાના તાજા ગ્લોબલ બુલેટિનમાં મોટી રાહતના સમાચાર આપ્યા છે. બિલ્ડિંગમાં કોઈ ઝેરી ગેસ કે કેમિકલ લીક થયું નથી, પરંતુ સિક્યોરિટી સિસ્ટમમાં આવેલી તકનીકી ખામીના લીધે ત્યાં એક 'ખોટો અલાર્મ' વાગી ગયો હતો. જો કે, આ સત્તાવાર જાહેરાત છતાં પણ અમેરિકી રક્ષા વિભાગના ટોચના અધિકારીઓએ સુરક્ષામાં સહેજ પણ બાંધછોડ ન કરતા ઇમારતની સંપૂર્ણ અને ઝીણવટભરી સુરક્ષા તપાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.