બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Boycott Pathan: Boycott gang became active after seeing the Taylor of Shahrukh's Pathan

વિરોધનાં સુર / બોયકોટ પઠાણઃ હવે શાહરૂખની પઠાણનુ ટેલર જોઇ બોયકોટ ગેંગ એક્ટિવ થઇ

Vishal Khamar

Last Updated: 02:36 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ 'પઠાણ' નું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમા ચાહકોએ જોરદાર પ્રશંસા કરી છે. જ્યારે બોયકોટ ગેંગે તેને નિશાન બનાવ્યો છે.

  • શાહરૂખ ખાનની 'પઠાણ' સામે બોયકોટ ગેંગ સક્રિય
  • સોશિયલ મીડિયા પર 'પઠાણ'ના બહિષ્કારની શાહરૂખની માંગ ઉઠી
  • 'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે, ફિલ્મમાં દીપિકા અને જ્હોન પણ છે

શાહરુખન ખાનની ફિલમ 'પઠાણ'  ના ટીઝરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મેકર્સે ટીઝરની રિલીઝ ડેટ જાહેર કરતાની સાથે જ તે ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરુ કર્યું છે. 2 નવેમ્બરે જ્યારે શાહરુખ ખાનના જન્મદિન પર 'પઠાણ' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાહકોએ તેના વખાણ કર્યા હતા. પરંતું બોયકોટ ગેંગ શાહરુખ ખાનની આ ફિલ્મની પાછળ પડી ગઈ અને તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહી છે.

ટ્વિટર પર કેટલાક યુઝર્સે 'પઠાણ' નાં ટીજર પર તેમની પ્રતીક્રિયા શેર કરવાનું શરુ કરી દીધું છે. કોઈએ 'પઠાણ' ને ઋતિક રોશનની 'વોર' વિસ્તૃત સંસ્કરણ કહ્યું છે કેટલાક લોકોએ આને હોલીવુડ અને બોલીવુડ ફિલ્મની કોપી-પેસ્ટ કહી છે. યૂઝર્સે 'પઠાણ' નું ટીઝર દેખ્યા બાદ દાવો કર્યો કે આ ફિલ્મમાં મોટાભાગના સીન 'વોર', 'ટાઈગર', 'સાહો' અને 'કેપ્ટન અમેરિકાઃ ધ વિન્ટર સોલ્જર' જેવી ફિલ્મોમાંથી સીધા લીધેલા છે. એટલે કે તે અનુસાર 'પઠાણ' માં કંઈ પણ ઓરિજનલ નથી. બોયકોટ કરવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. બહિષ્કાર કરનારાઓમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડની વિરુદ્ધ થઈ ગયેલા લોકોની સંખ્યા વધુ છે.

'પઠાણ' સામે બોયકોટ ગેંગનો ગુસ્સો
ટ્વિટર પર આવી ઘણી પ્રતિક્રિયાઓ છે, જેમાં યુઝર્સ કહી રહ્યા છે કે જ્યાં સુધી સુશાંત સિંહ રાજપૂતને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મોનો બહિષ્કાર ચાલુ રહેશે. છેલ્લા કેટલાક મહિનામાં બોયકોટ ગેંગે બોક્સ ઓફિસ પર રિલીઝ થનારી હિન્દી ફિલ્મોને ઉડાવી દીધી છે. હવે સ્થિતિ એવી છે કે ફિલ્મની જાહેરાત થતાની સાથે જ બોયકોટ ગેંગ સક્રિય થઈ જાય છે. ફિલ્મ જોયા વગર જ તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠવા લાગે છે. 'લાલ સિંહ ચઢ્ઢા'થી લઈને 'રક્ષા બંધન', 'આદિપુરુષ' અને 'બ્રહ્માસ્ત્ર' સુધી, એવી ઘણી ફિલ્મો હતી જેને બોયકોટ ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. હવે શાહરૂખ ખાનની 'પઠાણ' નિશાના પર છે. 2 નવેમ્બરે 'પઠાણ'નું ટીઝર રિલીઝ થયાની થોડી મિનિટો બાદ જ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી.

'પઠાણ'નો બહિષ્કાર શા માટે?
ફિલ્મમાં દીપિકા પાદુકોણ હોવાથી 'પઠાણ'નો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. દીપિકા પાદુકોણનું નામ એક વખત ડ્રગ્સના કેસમાં આવ્યું હતું, જેણે હંગામો મચાવ્યો હતો. આ સિવાય જ્યારે તે પોતાની ફિલ્મ 'છપાક'ના પ્રમોશન દરમિયાન જેએનયુ ગઈ હતી ત્યારે તેણે કંઈપણ બોલ્યા વગર ત્યાંના વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો હતો. તે સમયે CAA (સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) માટે વિરોધ ચરમસીમાએ હતો. ત્યારબાદ કેટલાક લોકોએ દીપિકા પાદુકોણના વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેના પર ગુસ્સો કાઢ્યો. તે જ સમયે, કેટલાક યુઝર્સ એ વાતને કારણે પણ ગુસ્સે છે કે બોલિવૂડની ફિલ્મોમાં ક્યારેક સુલ્તાન તો ક્યારેક પઠાણોને વખાણવામાં આવે છે.

25 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થશે 'પઠાણ', શાહરુખની 4 વર્ષ પછી પાછો ફરશે
'પઠાણ' 25 જાન્યુઆરી 2023 નાં રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મથી શાહરુખ ખાન 4 વર્ષ બાદ ફરી ફિલ્મમાં પાછો ફર્યો છે. હાલમાં 2022 માં શાહરુખ ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા', 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ' અને 'બ્રહ્માસ્ત્ર'માં કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરુખ ખાનને દેખીને ચાહકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો. હવે એમને 'પઠાણ' ફિલ્મ રીલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'પઠાણ' માં દિપીકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Boycott Pathaan Shah Rukh Khan siddharth anand બોયકોટ બોલીવુડ શાહરુખ ખાન સિધ્ધાર્થ આનંદ Bollywood
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ