બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ના પ્રીમિયરમાં આકાશ અંબાણી સાથે સ્ટાઈલિશ લૂકમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ

મનોરંજન / 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ના પ્રીમિયરમાં આકાશ અંબાણી સાથે સ્ટાઈલિશ લૂકમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:19 AM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Bads Of Bollywood Premiere: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડેબ્યૂ સીરીજ, "ધ બેડ્સ ઓફ બોલિવુડ" ની પ્રીમિયર નાઇટમાં સિતારાઓની મહેફિલ સજી હતી.

The Bads Of Bollywood Premiere: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડેબ્યૂ સીરીજ, "ધ બેડ્સ ઓફ બોલિવુડ" ની પ્રીમિયર નાઇટમાં સિતારાઓની મહેફિલ સજી હતી. આ ખાસ પ્રસંગમાં આર્યનનો જુસ્સો વધારવા માટે અંબાણી પરિવાર પણ પહોચ્યો હતો. રાધિકા અંબાણીએ તેના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણી, આર્યન ખાનની "ધ બેડ્સ ઓફ બોલીવુડ" ના પ્રીમિયરમાં લુક જોવા લાયક હતો. તે લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા અંબાણી સાથે "ધ બેડ્સ ઓફ બોલિવુડ" ના પ્રીમિયરમાં પહોંચ્યા હતા. રાધિકા અંબાણી પણ તેમની સાથે જોવા મળી હતી.

પ્રીમિયર નાઇટમાં રાધિકા અંબાણીનો ખૂબસૂરત લુક જોવા મળ્યો હતો. તે રેડ કલરની ફ્રન્ટ-કટ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી. રાધિકા અંબાણીએ ડાયમંડ જવેલરી સાથે લુક પુરો કર્યો હતો. આ દરમિયાન તેણે એક લાલ હેન્ડબેગ સાથે રાખી હતી. ત્યારે સ્ટ્રેટ હેરસ્ટાઇલ તેના લૂકમાં ચારચાંદ લગાવી રહી હતી.

શ્લોકા અંબાણી પણ આ કાર્યક્રમમાં ઓછી પ્રભાવશાળી નહોતી. તે બ્લેક કલરના ગાઉનમાં એકદમ સુંદર લાગી રહી હતી. તેણે ડાયમંડ નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ અને હાફ ઓપન હેરસ્ટાઇલથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન તે હાથમાં બ્લેક એન્ડ ગોલ્ડન બટરફ્લાય બેગ સાથે પોતાના લૂકથી બધાનું ધ્યાન ખેચ્યુ હતું. આકાશ તેની ભાભીનો હાથ પકડીને તેને તેની સાથે પોઝ આપવા માટે લઈ જતો જોવા મળ્યો હતો.

vtv app add

આ પણ વાંચોઃ મનોરંજન / શાહરૂખ પાપારાઝીને આપી રહ્યો હતો પોઝ, તો આર્યન ખાન પણ બન્યો ફોટોગ્રાફર

આર્યન ખાને ફિલ્મ "ધ બેડસ ઓફ બોલિવૂડ" થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી છે. આ સીરીજમાં આર્યનએ પોતાનો અવાજ પણ આપ્યો છે. શાહરૂખ પાપારાઝીને પોઝ આપી રહ્યો હતો, તો આર્યન ખાન ફોટોગ્રાફર બની ફોટા પાડી રહ્યો હતો. શાહરૂખ ખાન અને ગૌરી ખાન બંને આર્યન પર અતિ ગર્વ અનુભવે છે. 17 સપ્ટેમ્બરની રાત્રે સીરીજનું એક ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે પાપારાઝીના ફોટા દરેક એંગલથી લીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aryan Khan Shloka Ambani Radhika Ambani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ