ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Boating service will start in Vadodara's Sursagar lake

આકર્ષણ / વડોદરા જવાનું થાય તો હવે ભૂલતા નહીં આ સ્થળે જવાનું, તંત્રના નિર્ણયથી સ્થાનિકો પણ થયાં ખુશખુશાલ

Published By: Khyati

Last Updated: 04:16 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ઉમેરાશે નવી સુવિધા, મનપા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

ADVERTISEMENT

  • વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરૂ થશે
  • બોટિંગ સેવા શરૂ થતા સુરસાગર તળાવ બનશે શહેરનું ટુરિસ્ટ સ્પોટ
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બોટિંગની દરખાસ્ત મંજૂર 

ફરી એકવાર વડોદરા શહેરની રોનક સમા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરૂ થશે. આ માટે તંત્ર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરોએ રસ દાખવતા સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયેલા દર પ્રમાણે કોન્ટ્રાક્ટરના માધ્યમથી આ બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.  આ માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બોટિંગની દરખાસ્ત મંજૂર થઇ હતી.

બોટિંગ સેવા થશે શરૂ

વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ટુરિસ્ટની સંખ્યામાં વધારો થશે. બોટિંગ સેવા શરૂ થતા સુરસાગર તળાવ આકર્ષણનું કેન્દ્ર બનીને રહેશે. જે માટે કમિટીમાં ટિકિટનો દર પણ નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષથી મોટા લોકોએ આપવા પડશે 50 રૂપિયા જ્યારે   12 વર્ષથી નાના બાળકો માટે 25 રૂપિયા ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. 

42 કરોડના ખર્ચે તળાવનું કરાયુ રિનોવેશન

બોટિંગ સેવા શરૂ થવાથી પાલિકાને પણ આવક થશે. લોકો મનોરંજન પુરી પાડવાની સાથે પાલિકાની તિજોરી પણ ભરાશે.  કોન્ટ્રાક્ટર પાલિકાને રેવન્યુ શેરિંગના 55 ટકા આપશે. મહત્વનું છે કે વર્ષો પહેલા સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરાઇ હતી. પરંતુ બોટ પલટી ખાતા અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માત બાદ બોટિંગ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે 42 કરોડના ખર્ચે તળાવને રિનોવેટ કરવામાં આવ્યું છે. અહીં વોક વે, સિટીંગ એરિયા તથા હવે બોટિંગ પણ શરૂ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

બોટિંગ સેવા વડોદરા મનપા સ્ટેન્ડિંગ કમિટી vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ