ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Politics / Blueprint ready for Kumbh Mela in Haridwar, CM holds meeting

કુંભમેળો 2021 / હરિદ્વારમાં કુંભમેળાની તૈયારીઓ માટે બ્લ્યુપ્રિન્ટની તૈયાર, મુખ્યમંત્રીએ કરી બેઠક

Published By: Nirav

Last Updated: 06:11 PM, 30 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ કુંભમેળાની વ્યવસ્થા હેઠળ બાંધકામના કામોની સમીક્ષા કરતા અધિકારીઓને 15 ડિસેમ્બર પહેલા તમામ કાયમી અને હંગામી બાંધકામના કામો પૂર્ણ કરવા નિર્દેશો આપ્યા હતા.

ADVERTISEMENT

  • હરિદ્વારમાં 2021માં યોજાશે કુંભ મેળો 
  • મુખ્યપ્રધાન રાવતે કરી તૈયારીઓની સમીક્ષા 
  • 2010ના ક્ષેત્રફળ જેટલા જ ક્ષેત્રફળમાં યોજાશે કુંભમેળો 

કુંભ મેળો 2021માં આગામી વર્ષે નિયત સમયે ભવ્ય રીતે યોજાશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, તમામ અખાડાઓના સંતો અને મહાત્માઓના સહયોગ અને આશીર્વાદથી મેળાનું આયોજન સફળ થશે. મુખ્યમંત્રી રાવતે કુંભ મેળાના આયોજન પ્રસંગે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મહામંત્રી અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઘણા ઉચ્ચાધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. 

સ્નાનઘાટોના નામ અખાડાઓના ઇષ્ટદેવોના નામ પરથી રાખવા સૂચન 

મુખ્યમંત્રીએ 15 ડિસેમ્બર પહેલા કુંભ મેળાના નિર્માણને પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. CM રાવતે આ અંગે અધિકારીઓને હતું કે નીલધારા અને અન્ય સ્નાનઘાટો જેનું નિર્માણ પ્રસ્તાવિત છે તેના નામ 13 અખાડાઓના ઇષ્ટદેવોના નામ પર રાખવામાં આવે. 

2010ના કુંભમેળા જેટલી જ જગ્યામાં યોજાશે કુંભમેળો 

2010ના કુંભમેળામાં હતું તેટલા જ ક્ષેત્રફળમાં આ વખતે પણ કુંભમેળો યોજવામાં આવશે. આ ઉપરાંત મંશા દેવી ટેકરી બાય-પાસ માર્ગનો ઉપયોગ કરવા અને આંતરિક રસ્તાઓના નિર્માણ કરીને ઝડપી બનાવવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા. 

આ વર્ષે પણ યોજાશે અખાડાઓની છડીયાત્રા 

મુખ્યમંત્રી રાવતે કહ્યું કે આ વર્ષે પણ તમામ અખાડાઓના સહયોગથી 'છડી યાત્રા' યોજવામાં આવશે. ઉત્તરાખંડ સરકારનું ધર્મ અને સંસ્કૃતિ મંત્રાલય તેનું નોડલ વિભાગ હશે. તેમણે કહ્યું કે કુંભમેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સતત મીટિંગો યોજવામાં આવી છે.

ભવિષ્યની પરિસ્થિતિઓની આગાહી કરવી મુશ્કેલ: મુખ્યમંત્રી 

સાથે જ CM રાવતે જણાવ્યું હતું કે આ સમયે કોવિડ -19 દ્વારા થતી સમસ્યાઓનું કોઈ સમાધાન નથી. આખું વિશ્વ આ સંકટનો સામનો કરી રહ્યું છે. આનાથી તમામ સ્તરે કામની ગતિમાં અવરોધ ઊભો થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના સમય અને પરિસ્થિતિ પ્રમાણે આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. પરિસ્થિતિઓ આગળ કેવી હશે તેની આગાહી કરવી મુશ્કેલ રહેશે.

રામમંદિરના શિલાન્યાસ બદલ સંતોને પાઠવ્યા અભિનંદન 

આ પ્રસંગે મુખ્યમંત્રીએ તમામ સંતો અને મહાત્માઓને તેમના નેતૃત્વમાં રામ મંદિરનો શિલાન્યાસ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અમારા સંતો મહંતોએ પણ આ માટે પોતાનું બલિદાન આપ્યું છે. આખરે તે શુભ દિવસ આવ્યો જ્યારે વડા પ્રધાન મોદીએ શ્રી રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો. 

આ દરમિયાન અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી, ઉજ્જૈન અને પ્રયાગરાજ કુંભની જેમ, અખાડાઓને પણ ભંડોળ અને અન્ય સુવિધાઓ આપવાની વાત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Haridwar kumbhmela kumbhmela 2021 uttarakhand ઉત્તરાખંડ કુંભમેળો કુંભમેળો 2021 હરિદ્વાર Kumbh Mela 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ