બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Blindness in India reduced 47% in last 12 years report by ministry of health

અહેવાલ / ભારતમાં 'અંધાપો' દૂર થઈ રહ્યો છે, આંકડા તમારી આંખોને ઠંડક આપશે

Published By: Shalin

Last Updated: 09:04 PM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પ્રજ્ઞાચક્ષુઓની સંખ્યા અને તેમના કારણોના વિગતવાર આંકડા આરોગ્ય મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. દેશમાં અંધાપાનું પ્રમાણ ઘટ્યું છે જે ખૂબ સારા સમાચાર છે પરંતુ આજે પણ મોતિયા જેવા રોગમાં સૌથી વધુ લોકો પોતાની આંખો ગુમાવે છે જે ખૂબ કમનસીબ વાત છે.

  • દેશમાં અંધાપો ૪૭% ઘટ્યો
  • ૧૦માંથી ૯ અંધાપાને કેસીસ સારવાર વડે ટાળી શકાય તેવા હતા
  • ૮૦ વર્ષથી વધુ વયના સૌથી વધુ અંધ 

ભારતમાં બ્લાઇન્ડનેસ એટલે કે અંધાપાના પ્રમાણમાં છેલ્લા ૧૨ વર્ષમાં આશરે ૪૭% જેટલો ઘટાડો નોંધાયો છે. આ અંધાપા પાછળનું મુખ્ય કારણ આજે પણ ઈલાજ કરાવ્યા વગરનો મોતિયો છે તેવું સર્વેમાં જાહેર થયું છે. 

દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન દ્વારા ગુરુવારે National Blindness and Visually Impaired Survey એવા આંકડા જાહેર થયા હતા કે બ્લાઈન્ડનેસ ૨૦૦૬ ૨૦૦૭માં ૧% થી ઘટીને હવે ૦.૩૬% થઇ છે. 

વયજૂથ મુજબ અંધાપાના આંકડા

આ અહેવાલ મુજબ સૌથી વધુ અંધાપો ૧૧.૬% ૮૦ વર્ષથી મોટી ઉંમરના વયજૂથમાં જોવા મળ્યું છે. ત્યાર બાદ ૭૦ થી ૭૯ વર્ષની વયજૂથમાં ૧૧.૬% ૬૦ થી ૬૯ વર્ષની વયજૂથમાં ૧.૬% અને ૫૦ થી ૫૯ વર્ષની વયજૂથમાં ૦.૫% અંધાપો જાણવા મળ્યો છે. 

સૌથી ચોકાવનારું અવલોકન અહી એ છે કે કુલ અંધાપાના ૯૩% કેસીસમાં અંધાપો સુરક્ષાત્મક પગલા લઈને ટાળી શકાય તેવા હતા.

કેવી રીતે કરાયું પરીક્ષણ?

આ અહેવાલ ૨૦૧૫ થી ૨૦૧૮ વચ્ચે આરોગ્ય અને પરિવાર વિકાસ મંત્રાલયની સાથે મળીને AIIMS વડે લેવાયો હતો. પરીક્ષણમાં દેશના ૨૪ રાજ્યો અને ૩૧ જીલ્લાઓના ૫૦ વર્ષ કે તેનાથી મોટી ઉંમરના કુલ ૯૩,૦૦૦ લોકોમાં લેવાયું હતું જેના માટે Rapid Assessment of Avoidable Blindness (RAAB) મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હર્ષ વર્ધનના જણાવ્યા મુજબ અંધાપાથી પીડાતા લોકોની સંખ્યા ૨૦૦૬ ૨૦૦૭માં ૧ કરોડ ૨૦ લાખ હતી કે ૨૦૧૯માં હવે ૪૮ લાખ છે. આમ ભારત હવે કુલ વસ્તીના ૦.૩% લોકો જ અંધ હોય તેવા World Health Organizationના ટાર્ગેટને ૨૦૨૦ સુધી પૂરો કરી લેશે.

આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન  (Source : Wikipedia)

હવે WHOની વ્યાખ્યા મુજબ ગણાશે અંધાપો

ભારતે તેની અંધાપાની ૪ દાયકા જૂની વ્યાખ્યાને ૨૦૧૭માં બદલી હતી. ભારતમાં પહેલા જે ૬ મીટરના અંતરેથી આંગળીઓ ગણી ન શકે તેને અંધ ગણવામાં આવતા જયારે હવે WHO ની અંધાપાની વ્યાખ્યાની જેમ જ જે ૩ મીટરના અંતરેથી આંગળીઓ ન ગણી શકે તેને અંધ ગણવામાં આવે છે.

સાક્ષરતા સાથે પણ સંબંધ

અહેવાલ મુજબ અંધાપાના ૬૬.૨% કેસ મોતિયાનો ઈલાજ ન કરાવાના કારણે થયા હતા. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું હતું કે અંધાપો નિરક્ષરોમાં વધુ પ્રમાણમાં પ્રવર્તે છે. ૩.૨૩% નિરક્ષરો અંધ હતા જેની સામે ૧૦મુ ધોરણ કે તેથી વધુ ભણેલા ૦.૪૩% લોકો અંધ હતા. આ ઉપરાંત ગામડાઓમાં શહેર કરતા અંધાપાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. શહેરમાં ૧.૮% તો ગામડાઓમાં ૨.૧૪% અંધાપો પ્રવર્તે છે. 

કયા પ્રદેશમાં સૌથી વધુ અને સૌથી ઓછો અંધાપો?

કેરાલાના થ્રીસ્સુર જીલ્લામાં અંધાપાનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું હતું તો એની સામે ઉત્તર પ્રદેશના બિજનોર જીલ્લામાં અંધાપો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. 

આરોગ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે આ અહેવાલમાં ૦ થી ૪૯ વર્ષની ઉંમરના લોકોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફાઈનલ રીપોર્ટમાં ૦ થી ૪૯ વર્ષ અને ૫૦ વર્ષ કે તેથી વધુ એમ બંને જૂથના લોકોને સમાવી લેવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Harsh Vardhan blindness ministry of health અંધાપો આરોગ્ય મંત્રાલય હર્ષ વર્ધન Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ