બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / સુરતના સમાચાર / BJP MLA harsh sanghvi asked congress about fress remdesivir injection

વિવાદ / સુરત: ભાજપના આ ધારાસભ્ય વાત-ચીત કરતા કરતા અચનાક કેમ થઈ ગયા ભાવુક?

Published By: Gayatri

Last Updated: 01:46 PM, 11 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને ઘમાસાણ વચ્ચે ભાજપના ધારસભ્ય હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા.

  • રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે VTVની વાતચીત
  • કોંગ્રેસના નેતાઓ ખોટા આરોપ કરી રહ્યા છે-હર્ષ સંઘવી
  • ગુજરાતના નાગરિકોને મફતમાં સેવા મળે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે-હર્ષ 

રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ વિવાદ થયો છે. રેમડેસિવિરની અછત વચ્ચે ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણને લઇ સવાલો ઉઠ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે વીટીવીએ વાતચીત કરી. ત્યારે તેઓએ રોષે ભરાઇ અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. 


હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ખોટા આરોપ કરી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને મફતમાં સેવા મળે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. કયા કોંગ્રેસના નેતાએ હોસ્પિટલ બનાવી છે. ભાજપના નેતાઓ પોતાની ફરજ સમજીને લોકોની સેવા કરે છે. અને લોકોને ઈન્જેક્શન મફતમાં મળે તો તે પાપ કહેવાય?. દિલ્લીમાં મફત સેવા આપતી આપ સરકાર અહી કેમ મફતમાં સેવા નથી આપતી?. અમિત ચાવડાએ કયા લોકોને ઈન્જેક્શન મફતમાં આપ્યા છે?. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ રાજનીતિના સ્તર કરતા પણ નીચે ઉતરી ગઈ છે. આટલુ કહેતા કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં ભીનાશ તરી આવી હતી. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5011 કેસ નોંધાયા છે અને 2525 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,12,151 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

આજે 49 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 49 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4746 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 192 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 25,129 પર પહોંચ્યો છે.

May be an image of text that says "TVGujarati.com VTV ગુજરાતી ગુજરાતી ગુજરાતમાં કોરોનાની 3T ફોમ્યુલા તાંડવ, ત્રાહિમામ અને તબાહી -ગુજરાતમાં આજે (10મી એપ્રિલ, 2021) કોરોનાના 5011 નવા કેસ સાથે ફરી રેકોર્ડ તૂટ્યો -એક દિવસમાં 2525 લોકો થયા સાજા જ્યારે 49ના મોત, કુલ મૃતાંક 4746 -અમદાવાદમાં 1409, સુરતમાં 913, રાજકોટમાં 462 અને વડોદરામાં 287 નવા કેસ 1000 VTVGujarati"

અમદાવાદ ભગવાન ભરોસે 

નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ પહોંચ્યો હતો. પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ  5011 કેસ નોંધાયા છે. તો અમદાવાદ કોર્પોરેશનમાં 14 અને ગ્રામમાં 2 લોકોના મોત કોરોનાથી થયા છે. આમ કહીએ તો અમદાવાદ ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1409 કેસ અને ગ્રામ્યમાં 31 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 913 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 239 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 287 કેસ, જ્યારે ગ્રામ્યમાં 158 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 462 કેસ અને ગ્રામ્યમાં 67 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

પાટણ જિલ્લામાં કોરોના કહેર 

પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને બીજી લહેરમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાયું છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહમાં કોરોનાના 800થી વધુ કેસ નોંધાયા અને હાલ હોસ્પિટલમાં 679 દર્દીઓ સારવાર હેઠળ છે. ધારપુર હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદમાં પાનના ગલ્લા કરાયા બંધ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા બંધ કરાવતી હોય છે.

ગલ્લા ખોલનાર સામે કાર્યવાહી કરશે મનપા 

ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP MLA Harsh Sanghvi remdesivir injection ભાજપ remdesivir injection

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ