ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં BJD અને BRS મતદાન જ નહી કરે, જાણો ભાજપ-કોંગ્રેસ કોને થશે ફાયદો!

નેશનલ / ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં BJD અને BRS મતદાન જ નહી કરે, જાણો ભાજપ-કોંગ્રેસ કોને થશે ફાયદો!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:05 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vice Presidential Election: ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે પરંતુ મતદાન પહેલા દિલ્હીમાં રાજકિય માહોલ ગરમાયો છે.

ADVERTISEMENT

Vice Presidential Election: ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે પરંતુ મતદાન પહેલા દિલ્હીમાં રાજકિય માહોલ ગરમાયો છે. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવે સોમવારે જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય રાજ્યમાં યુરિયાની અછત અંગે તેલંગાણાના ખેડૂતોની પીડાની અભિવ્યક્તિ છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

Justice-Sudarshan-Reddy

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કેટલાક કલાકો જ બાકી રહ્યા છે. આવામાં દિલ્હીમાં રાજકિય માહોલ ગરમાયો છે. બે તટસ્થ પક્ષો - કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજુ જનતા દળ (બીજેડી) એ મતદાનથી દૂર રહેવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ બંને પક્ષો રાષ્ટ્રીય સ્તરે એનડીએ કે ન તો ઈન્ડિયા બ્લોક. કોઈપણ ગઠબંધન સાથે જોડાયેલા નથી.

નોટા વિકલ્પ હોત તો અમે તેને પસંદ કર્યો હોત: BRS

તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પર યુરિયાની અછતનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે યુરિયાની અછત એટલી ગંભીર છે કે કતારોમાં ઉભેલા ખેડૂતો વચ્ચે ઝઘડા થાય છે. કેટીઆરએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NOTA વિકલ્પ ઉપલબ્ધ હોત તો BRS તેનો ઉપયોગ કરી શક્યું હોત.

c-p-radhakrishnan

અમે એનડીએ અને ઈન્ડિયા બ્લોક બંનેથી દૂર છીએ: BJD

બીજેડી નેતા સસ્મિત પાત્રાએ કહ્યું કે તેમની પાર્ટીની પ્રાથમિકતા ઓડિશાના સાડા ચાર કરોડ લોકો છે. પાત્રાએ કહ્યું, 'અમારા પક્ષના પ્રમુખ નવીન પટનાયક દ્વારા વરિષ્ઠ નેતાઓ, અને સાંસદો સાથે પરામર્શ કર્યા પછી બીજુ જનતા દળે આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ જો તમે રાજનેતા છો તો તમારુ ચામડુ મગર જેવું હોવું જોઇએ, સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર કરી ટિપ્પણી

9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણની કલમ 64 અને 68 ની જોગવાઈઓ દ્વારા સંચાલિત થાય છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 21 જુલાઈએ સ્વાસ્થ્યના કારણોસર જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડી ગયું હતું. ઇન્ડિયા બ્લોકે નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે અને એનડીએએ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vice Presidential Election BRS BJD

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ