ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / biz gold rate today gold price falls by rs 516 per 10 gram to rs 44517 whether silver price rises

ખુશખબર / સોનાના ભાવમાં જબરજસ્ત ઘટાડો; કમુરતાં ભલે હોય પણ ખરીદીવા માટે આજે સારો સમય

Published By: Intern

Last Updated: 12:55 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

  • સોનાના ભાવમાં 516 રૂપિયાનો ઘટાડો
  • ચાંદીના ભાવમાં 146 રૂપિયાનો વધારો
  • રૂપિયો મજબૂત થતાં સોનાના ભાવ ઘટયા

 

સોનાના ભાવમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે ભારે ઘટાડો નોંધાવામાં આવે છે. દિલ્હીમાં સોનાના ભાવમાં ઘટાડામાં 516 રૂપિયાનો જબરદસ્ત ભાવ ઘટ્યો છે. અને ભારતીય રૂપિયો મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. HDFC Securities મુજબ સોનુ સોમવારે 45,033 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બજાર બંધ થયું હતું. જો કે ચાંદીની કિંમતમાં વધારો થયો હતો.

દિલ્હીમાં બુધવારે ચાંદી 146 રૂપિયા વધીને 47,234 પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોચ્યું હતું. ગત અઠવાડિયે બજાર બંધ થયા સમયે 47.088 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ભાવ હતા. આ પહેલા પણ માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

HDFC Securitiesના સિનીયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાલના ભાવમાં 516 રૂપિયાનો ઘટાડો નોંધાવ્યો.

સોનાના ભાવમાં ઘટાડાનું આ છે કારણ
તેમણે જણાવ્યું કે અમેરિકાનું ચલણ ડોલર કરતા રૂપિયો કારોબારમાં 36 પૈસા મજબૂત થયો. આ ઉપરાંત વૈશ્વિક સ્તર પર મળેલી દિશાને કારણે સોનુ સસ્તું થયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમત 1661 ડોલર પ્રતિ અંશ અને ચાંદીનો ભાવ 17.03 પ્રતિ અંશ છે.  

શેરબજારમાં પણ મોટા કડાકા બાદ રિકવરી

ગુરુવારે શેરબજારમાં સવારે ખૂલતાંની સાથે જ 3000 પોઈન્ટનો સેન્સેક્સમાં કડાકો આવવાના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. ગુરુવારે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયા બાદ આજે પણ સેન્સેક્સ 2600થી વધુ પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 800થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. 

કોરોનાની અસરના કારણે સેન્સેક્સ 3000 પોઈન્ટ અને નિફ્ટી પણ 10 ટકાથી વધુ ઘટવાના કારણે 1 કલાક માટે શેરબજારમાં ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું. જો કે સર્કિટ ખૂલ્યાં બાદ બજારે રિકવરી દેખાડી હતી જેથી રોકાણકારોને હાશકારો થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Market Rupee hdfc એચડીએફસી બજાર રૂપિયો સોનુ Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ