ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / big-news-for-whatsapp-users-cci-directs-probe-against-new-privacy-policy-update-varpat

માહિતી / WhatsAppની privacy policyને આવ્યા મોટા સમાચાર, અપાયા વિસ્તૃત તપાસના આદેશ

Published By: Nirav

Last Updated: 06:35 PM, 26 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CCI એ બુધવારે ફેસબુકની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની અપડેટ કરેલી પ્રાઈવસી પોલિસી અને સેવાની શરતોની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.

ADVERTISEMENT

  • વોટ્સએપની નવી પોલિસીની થઈ શકે તપાસ 
  • Competition Commission of Indiaએ આપ્યા તપાસના આદેશ 
  • કમિશનનું માનવું છે કે, વૉટ્સએપે તેની પોલિસી દ્વારા કલમ 4નું કર્યું છી ઉલ્લંઘન

CCI (Competition Commission of India) બુધવારે, ફેસબુકની માલિકીની મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની અપડેટ કરેલી પ્રાઈવસી પોલિસી અને સેવાની પરિસ્થિતિઓની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. કમિશનનું વિચારવું છે કે, વોટ્સએપે તેની શોષણકારી અને બહિષ્કૃત વર્તન દ્વારા કાયદાની કલમ 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. CCI ના ડાયરેક્ટર જનરલ આ મામલાની તપાસ કરશે અને 60 દિવસમાં રિપોર્ટ કરશે.

CCI એ શું કહ્યું?

વોટ્સએપની નવી પોલિસી અંગેની સુનાવણી દરમિયાન CCI એ કહ્યું કે ભારતમાં કોઈ મજબૂત હરીફ ન હોવાના કારણે વોટ્સએપ યુઝર્સ ઓને અનુકૂળ વિકલ્પ આપવા માંગતો નથી. તેને ડર નથી કે યુઝર્સ પડી જશે. CCI એ તેના આદેશમાં જણાવ્યું છે કે, યુઝર્સની અનૈચ્છિક સંમતિ દ્વારા ડેટાની વહેંચણીની સંપૂર્ણ હદ, અવકાશ અને તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવી જરૂરી છે.

કમિશને કહ્યું છે કે વોટ્સએપની પોલિસી અને શરતો એવી છે કે તેને સ્વીકારવી પડે અથવા તો તેનું પ્લેટફોર્મ છોડી દેવું પડે. બીજી તરફ, એક વોટ્સએપ પ્રવક્તાએ કહ્યું કે CCI  સાથે વાતચીત કરવામાં આવશે, કંપની ચેટિંગના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને સંવાદની ટ્રાન્સપેરેન્સીને લઈને પ્રતિબદ્ધ છે.

વોટ્સએપે પ્રાઈવસી પોલિસી હેઠળ યુઝર્સને ધમકાવવાનું શરૂ કર્યું હતું કે જો તેઓ તેને સ્વીકારશે નહીં, તેમનું એકાઉન્ટ 8 ફેબ્રુઆરીના રોજ બંધ કરી દેવામાં આવશે. વિરોધ પછી વોટ્સએપે આ ડેડલાઇન વધારીને 15 મે સુધીની કરી નાખી હતી. પ્રાઈવસી પોલિસીમાં વોટ્સએપે જણાવ્યું છે કે કયા સંજોગોમાં ફેસબુક અને તેના બાકીના પ્લેટફોર્મ પર યુઝર્સની માહિતીનો ઉપયોગ કરશે, તેની જાણકારી તે પોલિસીમાં સામેલ છે.

નવી પોલિસી નો અમલ અટકી જશે!

આ પહેલા શુક્રવારે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી વિરુદ્ધ દાખલ અરજી પર જવાબ આપ્યો હતો. સૂચના અને પ્રસારણ મંત્રાલયે મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જસમીત સિંઘની ખંડપીઠને કહ્યું કે, આ નવી પોલિસી  લાગુ કરવાથી વોટ્સએપને રોકી દેવી જોઈએ. કેન્દ્રના જવાબ બાદ દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 20 એપ્રિલ માટે નક્કી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Competition Commission of India WhatsApp whatsapp new privacy વોટ્સએપ Information

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ