બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Big news for the youth who want to become police in Gujarat, recruitment has come out in the state

જાહેરાત / ગુજરાતમાં પોલીસ બનવા ઈચ્છતા યુવકો માટે મોટા સમાચાર, રાજ્યમાં ભરતી બહાર પડી, ફોર્મની તારીખ જાહેર

Shyam

Last Updated: 08:28 PM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

 • પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં એક સાથે ભરતી
 • ઉમેદવારો માટે 1382 જેટલી જગ્યા માટે લેવાશે પરીક્ષા
 • ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે

લાંબા સમયથી ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોતા યુવાનો માટે હવે તક આવી ચૂકી છે. ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરાઈ છે.

પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે.

રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત

 • પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી
 • બિન હથિયારધારી PSIની  202 જગ્યા
 • બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ
 • હથિયારધારી PSI ની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા
 • મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી
 • બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ
 • બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા
 • 16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે
 • ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે
 • 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે

આ તારીખથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેના માટે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Police Recruitment ગુજરાત પોલીસ પોલીસ ભરતી Police Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ