બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 26 August 2025
સુરતના ઓલપાડથી છ કિલોમીરના અંતરે સરસ ગામ નજીક દરિયાઈ પટ્ટીમાં પ્રાચીન સિધ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં ભક્તજનો સિઘ્ઘનાથ મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દૂર દૂરથી ભક્તો પગપાળા ચાલીને મહાદેવજીના દર્શને આવે છે, જ્યારે શ્રાવણના સોમવારે તો વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં પગપાળા ચાલીને આવતા કાવડિયા કાવડમાં પવિત્ર નદીનું નીર ભરી શિવજીનો અભિષેક અને પૂજા અર્ચના કરી ધન્ય થાય છે અને આ સમયે મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.
ADVERTISEMENT
વિક્રમ સવંત 1795માં નવ ગજ ઉંડુ અને બાવન ગજની શિખર વાળું મંદિર બનાવવા જયપુર અને મારવાડથી શિલ્પી બોલાવી તે સમયે સિમેન્ટના બદલે ઉપયોગમાં લેવાતી ચીકણી માટી અને પત્થરની શીલાથી સવંત 1803માં મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ હતું.
એક લોકવાયકા મુજબ આ વિસ્તારના વનમાં ટેકરી પર ગોકર્ણઋષિનો આશ્રમ હતો, જ્યાં આસપાસ ગોવાળિયાઓ ગાયો ચરાવવા આવતા હતા, તેમાં ગાયોના ધણમાંથી એક ગાય રોજ છૂટી પડી દરરોજ ટેકરી ઊભી રહીને દૂધની ધારા કરતી હતી. ગાયના આ નિત્યક્રમને નિહાળી ગોવાળિયાઓએ ગ્રામજનોને વાત કરી અને આ જ સમય દરમ્યાન ભગવાને ગોકર્ણઋષિને શિવલિંગના દર્શન કરાવતા ઋષિએ ત્યાં તપ કર્યુ અને તેમના તપોબળથી ધરતીમાંથી શિવલિંગ સ્વયભુ ઉત્પન્ન થયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો: ફરીથી ઉછળ્યો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો મુદ્દો, ઉપવાસ પર ઉતર્યા યોગી દેવનાથ બાપુ
બીજી એક લોકવાયકા પ્રમાણે પ્રાચીન સમયમાં લુંટારુઓએ લૂંટ કરવા મંદિર પર હુમલો કરી લોખંડના ઘણ અને કુહાડીના ઘા મારી શિવલિંગને તોડવા લાગ્યા ત્યારે ચમત્કાર થયો હતો. શિવલિંગના છિદ્રોમાંથી અસંખ્ય ભમરા પ્રગટ થયા હતા અને લુંટારુઓને ડંખ મારીને ભગાડ્યા હતા. તે સમયે શિવલિંગ ખંડિત થયું હતું જેના નિશાન આજે પણ શિવલિંગ પર દ્રશ્યમાન થાય છે. સરસ ગામની દરિયાઈ પટ્ટીના ખારા પાણી વચ્ચે ગંગામૈયાના મીઠા અમૃત જળની ધારા અવિરતપણે વહે છે. જ્યાં લાખો શિવ ભક્તો સિઘ્ઘનાથ મહાદેવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT

મહાદેવજીના મંદિરે ભાવિકો દૂરદૂરથી દર્શને આવે છે. ઘણા ભાવિક ભક્તો મહાદેવજીના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના ભગવાન સમક્ષ વ્યક્ત કરે છે અને તે ચોક્કસ પૂર્ણ પણ થાય છે. મંદિરની આસપાસના ગામના લોકો કોઈપણ શુભકાર્યની શરૂઆત કરતા પહેલા સિધ્ધનાથ મહાદેવના દર્શને આવે છે. જેમના ઘરે પારણું બંધાયુ હોય તે પરિવારના સભ્યો તેમના ઘરના નવા મહેમાનને લઈ મહાદેવજીના દર્શન કરાવવા લઈ આવે છે અને તેના સુખી દીર્ધાયુ માટે મહાદેવને પ્રાર્થના કરે છે.
ADVERTISEMENT

ઓલપાડના સિધ્ધનાથ મહાદેવના મંદિરે શ્રાવણ મહિનામાં શિવભક્તોના ઓમ નમઃ શિવાયના જાપથી મંદિર અને તેની આસપાસનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. પ્રભુ ભક્તિ અને શિવજીને પ્રસન્ન કરવાનો માસ એટલે શ્રાવણ માસ, બારમાસમાં સૌથી પવિત્ર માસ અને ભક્તિ કરવા માટેનો ઉત્તમ માસ એટલે શ્રાવણ માસ. આ માસમાં શિવભક્તિની અનન્ય માન્યતા છે. સરસ ગામે આવેલા આ સિધ્ધનાથ મહાદેવના પ્રાચીન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.