બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ફરીથી ઉછળ્યો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો મુદ્દો, ઉપવાસ પર ઉતર્યા યોગી દેવનાથ બાપુ

ઉગ્ર માંગ / ફરીથી ઉછળ્યો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો મુદ્દો, ઉપવાસ પર ઉતર્યા યોગી દેવનાથ બાપુ

Published By: Bharatsinh Chauhan

Last Updated: 03:36 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાગડના પ્રસિદ્ધ યાત્રાધામ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુએ ભૂજ કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા છે. તેમની મુખ્ય માંગ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની છે

ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભુજમાં સંતો ધરણા પર બેઠા છે. એકલધામ મહંત યોગી દેવનાથ બાપુ આ માંગ સાથે ઉપવાસ પર બેઠા છે. સરકારને અનેક રજૂઆતો બાદ પણ માંગ ન સંતોષાતા તેઓ ઉપવાસ પર ઉતર્યા છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યના સાધુ સંતો અને ગૌપ્રેમીઓએ આ લડતને સમર્થન આપ્યું છે. વિવિધ ગૌ સંસ્થાઓ અને ગૌરક્ષકો પણ આ લડતમાં જોડાયા છે.

વાગડના પ્રસિદ્ધ યાત્રાધામ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુએ ભૂજ કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા છે. તેમની મુખ્ય માંગ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની છે. તેમની દલીલ છે કે સનાતન ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં બિન વારસી ગાયોની સ્થિતિ ખુબજ દયનીય છે. તેમણે આ અગાઉ રાજ્યના 160 ધારાસભ્યોને લેખિત રજુઆત કરી હતી. જિલ્લા વહીવટીતંત્રને પણ આવેદન આપ્યું હતું. પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાની દલીલ સાથે તેમણે આ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

12

મહારાષ્ટ્રની અગાઉની એકનાથ શિંદેની સરકારે ગાયમાતા રાજ્યમાં દેશી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ અને રોજબરોજના ભોજનમાં દેશી ગાયના દૂધનો અને આયુર્વેદ અને પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને ખેતીની પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વને લઇને આ ફેસલો લીધો હતો..

મહત્વપૂર્ણ છે કે ભારત દેશમાં ગાયનું ઘણું મહત્વ છે. હિંદુ ધર્મમાં ગાયને માતા માનીને પૂજા કરવાની પરંપરા છે. ગાયનું દૂધ, મૂત્ર અને છાણ પણ પવિત્ર માનવામાં આવે છે. ગાયનું દૂધ પણ ઘણું ફાયદાકારક છે. ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર થઇ શકે છે. ગાયનો ઉપયોગ ખેતીમાં પણ થાય છે. ખેતીના કામમાં ગાયનો ઉપયોગ ખેડાણ અને ખેતરોમાં કામ કરવા માટે થાય છે. તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. ગાય એ મુખ્ય દૂધ ઉત્પાદક પ્રાણી છે, જે દૂધ અને ડેરી ઉત્પાદનોનો સ્ત્રોત છે. તે ઘણા પરિવારોની આવકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

આ પણ વાંચોઃ યુનિવર્સિટીની કેન્ટિનમાં ચિકન-ઈંડાનું મેનૂ રખાયું, એ પણ શ્રાવણ માસમાં, અને મામલો બિચક્યો

ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં થાય છે. તે કુદરતી ખાતર તરીકે કામ કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે અને રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટાડે છે. ગાય ઇકોલોજીકલ બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ગાયના છાણમાંથી જે ખાતર બને છે તે જમીન માટે મહત્વપૂર્ણ છે અને કુદરતી ખોરાકની સાંકળમાં ફાળો આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yogi Devnath Bapu Fasting movement Rajyamata Status For Cow

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ