બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / યુનિવર્સિટીની કેન્ટિનમાં ચિકન-ઈંડાનું મેનૂ રખાયું, એ પણ શ્રાવણ માસમાં, અને મામલો બિચક્યો
Last Updated: 12:21 PM, 25 August 2025
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સીટીમાં નોન-વેજને લઈ વિવાદ થયો છે. શ્રાવણ મહિનામાં ચીકન પીરસવામાં આવતા વિદ્યાર્થીઓની આસ્થાને ઠેસ પહોંચવા પામી છે. યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓએ આ બાબતને લઈ નારાજગી દર્શાવી હતી. ગુજરાત બહારના વિદ્યાર્થીઓની માંગને પગલે નોન-વેજ પીરસાયું હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. સેન્ટ્રલ યુનિવર્સિટીના મેનુમાં જ ચીકન- ઈંડા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ADVERTISEMENT

સેન્ટ્રલ યુનિવર્સિટી શરૂઆતથી જ વિવાદમાં
ADVERTISEMENT
વડોદરાના કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી શરૂઆતથી જ વિવાદમાં રહેવા પામી છે. હવે નવો વિવાદ સામે આવ્યો છે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગુજરાત સિવાયના નોર્થ-સાઉથના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં છે. હોસ્ટેલની કેન્ટીનમાં નોનવેજ માટે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
યુનિવર્સિટીની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને નોન-વેજ પીરસવામાં આવ્યું
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓની માંગને ધ્યાને રાખી સેન્ટ્રલ યુનિવર્સિટીની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને નોન-વેજ પીરસવામાં આવ્યું હતુ. સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ મહિનાના મેનુમાં શુક્રવારે રાત્રે જમવામાં જે વિદ્યાર્થીઓને નોનવેજ જોઈતું હોય તેમના માટે નોનવેજ રાખવામાં આવ્યું હતું. તેમજ તેની સાથે પનીર, રોટી, ભાત છાશ, મોહનથાળ પણ મેનુમાં રખાયા હતા. તેમજ બુધવાર, શુક્રવાર અને રવિવારનાં રોજ બ્રેક ફાસ્ટમાં ઈંડા પણ ઓપ્શનમાં રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી
ADVERTISEMENT
સેન્ટ્રલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં રસોડામાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું. અમુક વિદ્યાર્થીઓ શ્રાવણ મહિનો કરી રહ્યા છે. જેથી તેઓની આસ્થાને ઠેસ પહોંચવા પામી હતી. તેમજ વિદ્યાર્થીઓને ધમકી પણ આપવામાં આવી હતી કે, જો કોઈને વાત કરશો તો તમારા પરિણામ પર અસર થશે. જેથી વિદ્યાર્થીઓ નોનવેજ ખાતા નથી તેઓ રજૂઆત કરતા પણ ગભરાતા હતા.
વિદ્યાર્થી સંગઠનના યુનિટ પ્રમુખે શું કહ્યું.
ADVERTISEMENT
આ બાબતે વિદ્યાર્થી સંગઠન એબીવીપીનાં પ્રમુખ મુન્ના કુમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, યુનિવર્સિટીમાં મેનુમાં નોનવેજનો સમાવેશ કરવામાં આવે. જેને લઈ વિવાદ થયો છે. જ્યારે ગુજરાત એબીવીપી દ્વારા નોનવેજની માંગણીને લઈ દૂર રહેવાનું પસંદ કર્યું હતું. પરંતું તેઓનાં કાર્યકર્તા ઉત્તરપૂર્વ અને દક્ષિણમાં કેરળ જેવા રાજ્યોમાં નોનવેજ ખોરાકનું સેવન કરે છે. પરંતું અમે સત્તાવાર રીતે એવું નથી ઈચ્છતા કે સીયુજી કેમ્પસમાં નોનવેજ ખોરાકની મંજૂરી હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Video: SG હાઈવે, મુંબઈ-અમદાવાદના રસ્તે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા
વિદ્યાર્થીઓની માંગને લઈ નોનવેજ રખાયુઃ ડૉ. સુનિલ કુમાર શર્મા (પીઆરઓ)
આ બાબતે સેન્ટ્રલ યુનિવર્સિટીના પીઆરઓ ડૉ. સુનિલકુમાર શર્માએ જણાવ્યું હતું કે, નોર્થ સાઉથનાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યામાં હોઈ તેઓ દ્વારા નોનવેજની માંગ કરવામાં આવી હતી. જેથી યુનિવર્સિટીમાં નોનવેજ રાખવામાં આવ્યું હતું. તેમજ જે વિદ્યાર્થીઓ નોનવેજ ખાતા હોય તે લોકો માટે જ રખાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.