બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video: SG હાઈવે, મુંબઈ-અમદાવાદના રસ્તે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા
Last Updated: 11:56 AM, 25 August 2025
ગાંધીનગર-સરખેજ હાઇવે હોય કે પછી મુંબઇ-અમદાવાદ હાઇવે, સહેજ કંઇક થાય એટલે કલાકો સુધી વાહન ચાલક જામમાં ફસાઇ જાય છે.
ADVERTISEMENT
આજે ગાંધીનગરથી અમદાવાદ જતા એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. .. નર્મદા કેનાલ પર ડમ્પર બંધ થતા ચક્કાજામ થયો. પરિસ્થિતિ એ થઇ કે નર્મદા કેનાલ થી અડાલજ ચાર રસ્તા સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો.
આ તરફ અમદાવાદ-મુંબઇ હાઇ વે પર સતત ત્રીજીદિવસે ટ્રાફિક જામ જોવા મળ્યો. મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકો અંદાજે 5 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. જાબુઆબ્રિજથી લઇને પુનિયાદ ગામ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
ADVERTISEMENT
ગાંધીનગરથી અમદાવાદ જતા SG હાઇવે પર વાહનચાલકો કલાકો સુધી અટવાયા | VTV Digital#SGHighwayJam #TrafficAlert #AhmedabadTraffic #GandhinagarToAhmedabad #vtvdigital pic.twitter.com/KBf8g50g2S
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 25, 2025
આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂબંધી છે, કોઇ બુટલેગર ભુલથી લાવ્યો 1 કરોડનો દારૂ ઝડપાયો
ADVERTISEMENT
ગઇકાલે પણ મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો , અને આજે ફરીથી એ જ સ્થિતિ છે.. આ સ્થિતિને કારણે નાના બાળકો ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી જામમાં ફસાયેલા રહે છે.
ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકાર ઉંચો ટોલ ટેક્સ વસુલે છે, પરંતુ વાહન ચાલકોને એ પ્રમાણે સુવિધા નથી આપતી જેને કારણે વાહનચાલકોને હેરાન-પરેશાન થવું પડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.