બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં દારૂબંધી છે, કોઇ બુટલેગર ભુલથી લાવ્યો 1 કરોડનો દારૂ ઝડપાયો
Last Updated: 12:09 AM, 25 August 2025
Bharuch News : ગુજરાતાં દારૂબંધી ખુબ જ કડક છે. ગુજરાતમાં ક્યાંય પણ એક ટીપું દારૂ મળે તો તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. દારૂનું સેવન કરનાર અને દારૂ લાવનાર વિરુદ્ધ પોલીસ દ્વારા એવા કડક પગલા ઉઠાવવામાં આવે છે કે ફરી તે ક્યારેય દારૂની નામ પણ સાંભળે તો થથરી જાય. આ બધુ તમે જે વાંચ્યું તે માત્ર એક સ્વપ્ન હતું. જો કે હકીકતમાં ગુજરાતમાં જ્યાં જુએ ત્યાં અને જોવે તેટલો દારૂ મળી રહે છે. પોલીસ પણ દારૂબંધીનો ડોળ કરે છે બાકી ક્યાં કેટલો દારૂ આવે છે, કોનો આવે છે અને કઇ બ્રાંડનો આવે છે તે તમામ માહિતી પોલીસ પાસે પહેલાથી જ હોય છે.
ADVERTISEMENT

85 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો
ADVERTISEMENT
જો કે ક્યારેક પોલીસ પોતે નિષ્ક્રિય નથી અને ખુબ જ ચોક્કસ છે તેવું દેખાડવા માટે દારૂ પકડી પણ લેતી હોય છે. આવી જ ઘટના ભરૂચમાં પણ બની છે. ભરૂચમાં LCBએ દારૂ ભરેલો ટ્રક કબજે કર્યો છે. ધાતુની વોટર સ્ટોરેજની આડમાં 85.87 લાખના દારૂની હેરાફેરી થઇ રહી હતી. જે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી હતી. ભરૂચ LCBની ટીમે દહેજ રોડ પર ભેંસલી ગામ પાસેથી દારૂ પકડી લીધો હતો. ટ્રક ડ્રાઇવરની પણ ધરપકડ કરી લીધી હતી. સમગ્ર મામલે દહેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ ચુકી છે. પોલીસ દ્વારા કુલ 1.06 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ દરેક દીકરીઓના વાલી ખાસ વાંચે, ગરબા ક્લાસમાંથી આવતી 2 યુવતીની વિધર્મી યુવકો દ્વારા છેડતી
ADVERTISEMENT
આઇશર ભરીને દારૂ ઝડપાયો
જો કે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે, આઇસર ભરીને દારૂ લાવ્યું કોણ. જો પોલીસનો ડર હોય તો બુટલેગર એક બોટલ બે બોટલ કે પછી 50 બોટલ લાવે પરંતુ આખુ આઇસર ભરીને દારૂ લાવ્યો તેનો અર્થ છે કે, તેની પાસે કોઇનું ગ્રીન સિગ્નલ હતું. જેથી જે લાખો રૂપિયાનો ખર્ચ કરીને દારુ લાવ્યો. જો કે કોઇ એક તબક્કે ઇક્વેશન બગડ્યું અને દારૂ પકડાયો. ભરૂચમાં LCBએ દારૂ ભરલું આઈસર ઝડપી પાડ્યું હતું. ધાતુની વોટર સ્ટોરેજની આડમાં 85.87 લાખના દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. ધાતુનું વોટર સ્ટોરેજ ટેન્ક કાપવા ગ્રાયન્ડર મશીનનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.