બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દરેક દીકરીઓના વાલી ખાસ વાંચે, ગરબા ક્લાસમાંથી આવતી 2 યુવતીની વિધર્મી યુવકો દ્વારા છેડતી

જૂનાગઢ / દરેક દીકરીઓના વાલી ખાસ વાંચે, ગરબા ક્લાસમાંથી આવતી 2 યુવતીની વિધર્મી યુવકો દ્વારા છેડતી

Last Updated: 03:09 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢમાં એક એવી ઘટના સામે આવી છે જે વાલીઓ માટે લાલબત્તી સમાન છે. દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

જુનાગઢના ખલીલપુર રોડ પર ગત મોડી રાત્રે દાંડિયા ક્લાસમાંથી પરત ફરતી યુવતીઓ સાથે યુવાનો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.સગીર સહિત ત્રણ શખ્સોએ યુવતીઓને હેરાનગતિ કરી હતી. દાંડિયા ક્લાસીસ સંચાલક દ્વારા તરત જ પોલીસની મદદ લેવામાં આવી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં સગીર સહિત ત્રણેય વિઘર્મી શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે બાઈક પર અવીને છેડતી કરી

નવરાત્રી નજીક આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ દાંડિયા ક્લાસીસમાં પ્રેકિ્ટસ માટે જઈ રહી છે. આવા સમયે વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. શહેરના ખલીલપુર રોડ પર આવેલા એક દાંડિયા ક્લાસની બે યુવતી સાથે મોડીરાત્રે બે યુવકે બાઈક પર અવીને અભદ્ર ઈશારા કરીને છેડતી કરી હતી. આ સમયે યુવતીઓએ હિંમત કરીને યુવકોનો સવાલ કરતા એક સગીર અને આ બે યુવકે મળીને બબાલ કરી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ| કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ યુવતીઓ સાથે માથાકૂટ શરૂ કરી

22 ઓગસ્ટની સાંજે આશરે 8 વાગ્યાની આસપાસ ખલીલપુર રોડ પર આવેલા ગોલ્ડન ફાર્મ નજીકના દાંડિયા ક્લાસીસમાં બે યુવતી બહાર ઊભી હતી. તે સમયે બે ઈસમ, શેહફાઝ ઇકબાલ સુમરા અને આમીર રફીકભાઈ પોતાની ઈ-બાઈક પર ત્યાંથી નીકળ્યા હતા અને આ યુવતીઓ સામે અયોગ્ય ઈશારા કર્યા હતા. બંને શખસે બેથી ત્રણ વાર આ જ રૂટ પરથી પસાર થઈને હેરાનગતિ કરતા યુવતીઓએ હિંમત કરીને તેમને રોકીને પૂછ્યું કે તમે વારંવાર અહીંથી કેમ પસાર થાઓ છો અને અમારી સામે કેમ જુઓ છો? આ પ્રશ્નથી ઉશ્કેરાઈને બંને આરોપીએ યુવતીઓ સાથે માથાકૂટ શરૂ કરી અને ધમકી આપવા લાગ્યા હતા. તે સમયે અન્ય એક સગીર વયનો ઈસમ પણ ત્યાં પહોંચી ગયો હતો. આ ત્રણેયે યુવતીઓની છેડતી કરી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી

એક જાગૃત નાગરિકે આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતા પોલીસ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. યુવતીઓએ હિંમતભેર ફરિયાદ નોંધાવતા પોલીસે શેહફાઝ ઇકબાલ સુમરા, આમીર રફીકભાઈ અને એક સગીર વિરુદ્ધ છેડતી-અભદ્ર વર્તનનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ સરકારી ભરતીની પરીક્ષા રાબેતા મુજબ યોજાશે, GPSCએ આપી અગત્યની અપડેટ

જૂનાગઢ પોલીસની નવરાત્રિ આયોજકોને મહત્વપૂર્ણ અપીલ

આ ઘટના બાદ પોલીસે જૂનાગઢના તમામ નાગરિકો, ખાસ કરીને દાંડિયા ક્લાસના સંચાલકો, નવરાત્રિ આયોજકો, યુવતીઓ અને બહેનોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. આવા પ્રકારની માનસિકતા ધરાવતા ઈસમો આપની આજુબાજુ હોય તો કોઈપણ પ્રકારનો ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસના 100 નંબર, ડાયલ 112, અથવા અભયમ 181 પર સંપર્ક કરીને જાણ કરવી જોઈએ, જેથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh girl molestation Junagadh News Junagadh Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ