બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / beware to fake viral messages going viral on whatsapp

મેસેજ / વોટસએપમાં જો આવો મેસેજ આવ્યો હોય તો ભૂલથી પણ ક્લિક ન કરતા, નહીંતર પસ્તાશો

Published By: Mehul

Last Updated: 10:39 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે થોડા દિવસોથી એક મેસેજ વોટસએપ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સને મફતમાં શુઝ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. જો યુઝર તેના પર ક્લિક કરી તો ડેટા ચોરી અને ઓનલાઇન ફ્રોડનો ભોગ બનવાનો ખતરો રહે છે.

  • વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર
  • યુઝર્સને મફતમાં શુઝ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
  • યુઝર લિંક પર ક્લિક કરી તો ડેટા ચોરી અને ઓનલાઇન ફ્રોડનો ભોગ બનવાનો ખતરો
     

આ બોગસ મેસેજની લિંક પર ક્લિક કર્યા પછી યુઝરને તેમના પગની સાઇઝ પણ પૂછવામાં આવે છે. નિષ્ણાંતોના મતે આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી યુઝરને તે ફેક નહીં પણ જેન્યુઇન મેસેજ લાગે. મેસેજમાં 800 જોડી શુઝ અને સાત હજાર શર્ટ મફતમાં આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જોકે કોઇપણ કંપની આટલી બધી વસ્તુઓ મફતમાં આપતી નથી. જો તમને આ પ્રકારનો મેસેજ મળ્યો છે તો તો તેના પર ક્લિક કરવાની ભૂલ કરશો નહીં. નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે. 

યુઝરને ફ્રી શુઝ લેવા માટે આ મેસેજ કેટલાક લોકોને શેર કરવાનું કહેવામાં આવે છે. મોટાભાગના લોકો શુઝની લાલચમાં અનેક લોકોને મેસેજ ફોરવર્ડ કરે છે અને જોતજોતામાં તે લાખો- કરોડો લોકો સુધી પહોંચી જાય છે.

આ પછી હેકર્સ ખૂબ જ હોશિયારીથી યુઝર્સના મોબાઇલમાં પહોંચે છે અને ડેટા સહિતની માહિતી ચોરવા પ્રયાસ કરે છે. આ ડેટાના આધારે ફેક કોલ કરીને પછી હેકર્સ સાઇબર ફ્રોડ પણ કરી શકે છે. મોટાભાગના હેકર્સ આવા મેસેજીસથી લોકોને પોતાનો શિકાર બનાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tech Update WhatsApp WhatsApp Update technology news ગુજરાતી ન્યૂઝ Message

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ