ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / benefits of pani puri eating it twice a week

સ્વાસ્થ્ય / સપ્તાહમાં બે વખત ખાવ પાણી-પુરી, જડમૂળમાંથી ખતમ થશે આ રોગ

Published By: Krupa

Last Updated: 03:32 PM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિએ ખાસ ધ્યાનમાં લેવું જોઇએ કે કોઇ પણ વસ્તુ માપમાં હોય તે યોગ્ય છે. કોઇ પણ વસ્તુનુ તમે વધારે પડતું સેવન કરો છો તો તે નુકસાનકારક સાબિત થાય છે. પાણી-પુરી માટે એ જ નિયમ લાગુ પડે છે. જો તમે માપમાં ખાશો તો તે ફાયદાકારક સાબિત થશે.

ADVERTISEMENT

  • સપ્તાહમાં બે વખત ખાવી જોઇએ પાણી-પુરી
  • પાણી-પુરી ખાવાથી પાચન તંત્ર સારું થાય છે
  • જો કે વધારે પડતું પાણી-પુરીનું સેવન પણ કરવું જોઇએ નહીં

પાણી-પુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. એને ખાવા માટે લોકો લાઇન લગાવીને ઊભા રહે છે. ભારતમાં પાણી પુરી ખાવાનું લોકોને ખૂબ જ પસંદ છે. મહિલાઓ તો પાણી-પુરીનું નામ સાંભળીને બધું ભૂલી જાય છે.

છોકરીઓ પાણી-પુરી વાળાની સામે હાથ ફેલાવીને પાણી-પુરી ત્યાં સુધી ખાય છે જ્યાં સુધી એનું પેટ ભરાતું નથી. એમની આંખો માંથી પાણી નિકળવા લાગે છે પરંતુ એ પાણી-પુરી ખાવાનો લોભ છોડતી નથી. આ તો રહી સ્વાદની વાત. પરંતુ શું તમે જાણો છો કે પાણી-પુરી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે? વિશ્વાસ કરો કે તમે એના ફાયદા જાણીને હેરાન થઇ જશો. 

અમે તમને જણાવીશું કે પાણી-પુરીથી શરીરને શું લાભ થાય છે તથા એનાથી કઇ બિમારી જડમૂળમાંથી ખતમ કરી શકે છે. વરસાદના દિવસોમાં પાણી-પુરી ખાવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે, કારણ કે આ સિઝનમાં ગંદકી વધારે હોય છે. 

પરંતુ પાણી-પુરીથી શારીરિક લાભ ખૂબ હોય છે. પાણી-પુરી આપણા પાચન તંત્ર માટે ખૂબ લાભદાયક છે. પાણી-પુરી માટે જે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે એમાં ઘણા પ્રકારની સામગ્રી મિક્સ કરવામાં આવે છે. જેમ કે કોથમીર, સિંધારું મીઠું, જીરૂ, મરચું, લીંબૂના ફૂલ. જે આપણા પાચનતંત્ર માટે ખૂબ લાભકારક હોય છે. 

પાણી-પુરી તથા એના પાણીના સેવનથી પાચનતંત્રને ઘણી બિમારીઓથી છુટકારો મળે છે. ખાટો ઓડકાર, ગેસ અને અપચો જેવી ગંભીર બિમારીઓ પાણીપુરીના સેવનથી ખતમ થઇ જાય છે. એટલા માટે આપણે પાણી-પુરીનું સેવન સપ્તાહમાં બે વખત જરૂરથી કરવું જોઇએ. એનાથી આપણું પાચન તંત્ર સ્વસ્થ અને મજબૂત બનશે. 

જો કે વધારે પડતી પાણી-પુરી ખાવાથી આપણા પાચનતંત્ર માટે હાનિકારક છે. વધારે પાણી-પુરીના સેવનથી આપણું પેટ ખરાબ પણ થઇ શકે છે. એટલા માટે પાણી-પુરીનું સેવન સપ્તાહમાં માત્ર બે વખત કરવું જ યોગ્ય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Panipuri lifestyle પાચન તંત્ર પાણી-પુરી Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ