બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Benefits of eating stale bread

સ્વાસ્થ્ય / હવેથી ના ફેંકતા વાસી રોટલી, ડાયાબિટીસથી લઇને બ્લડ પ્રેશરમાં આ રીતે આપે છે ફાયદો

Published By: Krupa

Last Updated: 11:29 AM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે ઘરોમાં સવારે નાસ્તો અથવા રાતે ખાવામાં વધારે રોટલી બની જાય છે અને આપણે એને બીજા દિવસે ફેંકી દઇએ છીએ, પરંતુ જો વાસી રોટલી ખાવામાં આવે તો એ માત્ર પેટ નથી ભરતી પરંતુ સ્વાસ્થ્ય માટે કેટલાક અંશે લાભકારી પણ હોય છે. શોધમાં આ વાતની પુષ્ટિ થઇ છે કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે.

જો તમે પણ તમારા ઘરની વાસી રોટલી ફેંકી દો છો તો પહેલા એના ફાયદા જાણી લો, વાસી રોટલી ખાવાથી તમારી ઘણી બિમારીઓ દૂર થઇ શકે છે. 

શોધમાં આ વાતની પુષ્ટિ થઇ છે કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. વાસી રોટલીમાં વધારે પૌષ્ટિક તત્વ હોય છે. એમાં વધારે પ્રોટીન હોય છે જે શરીરને ઊર્જાવાન રાખે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક 
વાસી રોટલી ખાવાથી શરીરનું બ્લડ ગ્લૂકોઝ નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી ફાયદાકારક હોય છે, એનાથી એમના બ્લડના ગ્લૂકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસ દર્દીઓને સવારે વાસી રોટલી ઠંડા દૂધની સાથે ખાવી જોઇએ. એનાથી શરીરના બ્લડ ગ્લૂકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે. 

બ્લડ પ્રેશર કંટ્રોલ 
વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે ઠંડા દૂધની સાથે વાસી રોટલી ખાશો તો એનાથી તમારા બ્લડ પ્રેશરનું લેવલ નિયંત્રિત રહેશે. જો તમને બ્લડ પ્રેશર વધવાની સમસ્યા છે તો સવારે ઠંડા દૂધની સાથે વાસી રોટલી ખાવ. 

પેટની સમસ્યા
વાસી રોટલી ખાવાથી પેટની સમસ્યા દૂર થાય છે. જો તમને એસિડીટી અને પેટની સમસ્યા છે તો વાસી રોટલી ખાવ. તમે સવારે દૂધની સાથે વાસી રોટલી ખાવ તો તમને એસિડિટી થશે નહીં, વાસી રોટલીમાં ફાયબર હોય છે, જે ખાવાનું પચાવે છે અને પાચન તંત્રની સમસ્યાઓને દૂર કરે છે. 

જો તમે વર્કઆઉટ કરવા જઇ રહ્યા છો તો વાસી રોટલી તમારા માટે લાભકારી છે. એનાથી તમારા મસલ્સ મજબૂત થાય છે અને તમને ઊર્જા મળે છે. આ ઉપરાંત શરીરનું તાપમાન પણ નિયંત્રિત રહે છે. તમે જિમ જતા પહેલા સવારે દૂધની સાથે વાસી રોટલી ખાઇ શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle stale bread ડાયાબિટીસ બ્લડ પ્રેશર વાસી રોટલી Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ