બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Before Ranu Mandal 13 year old durga also sang in a movie gangs of wasseypur

બોલિવૂડ / રાનૂ મંડલ જેવી કહાની, રેલવે સ્ટેશન પર ગાતી 13 વર્ષની છોકરીએ આ હિટ ફિલ્મમાં ગીત ગાયું હતું પરંતુ આજે...

Published By: Bhushita

Last Updated: 12:25 PM, 14 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યિલ મીડિયા પર રાતોરાત ફેમસ થયેલી રાનૂની લાઈફ કોઈ પિક્ચરની સ્ટોરીથી ઓછી નથી. પણ રાનૂ પહેલાં પણ 13 વર્ષની ઉંમરમાં એક છોકરીએ રેલવે પ્લેટફોર્મ્સથી સીધા મ્યુઝિક સ્ટુડિયોમાં પહોંચવા સુધીની સફર પસાર કરી છે.

  • સોશ્યિલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની રાનૂ મંડલ
  • રાનૂ પહેલાં 13 વર્ષની દુર્ગા પણ ગાતી હતી ટ્રેનમાં ગીત
  • દુર્ગાએ પહેલું ગીત ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં ગાયું 
રાનૂ મંડળની ફાઈલ તસવીર

રાનૂ મંડલ જમીનથી આસમાન સુધીની સફર પસાર કરી ચૂકી છે. હિમેશ રેશમિયા સાથે ગીત ગાવાના કારણે તે લોકપ્રિય પણ થઈ ચૂકી છે. લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઈને સોશ્યિલ મીડિયા પર રાતોરાત ફેમસ થયેલી રાનૂની વાત કોઈ પિક્ચરની સ્ટોરીથી ઉતરતી નથી. પણ રાનૂ પહેલાં પણ 13 વર્ષની ઉંમરમાં એક છોકરીએ સીધા રેલવે પ્લેટફોર્મ્સથી મ્યુઝિક સ્ટુડિયો સુધીની સફર પસાર કરી છે.

સૌ પહેલાં આ ફિલ્મમાં મળ્યું કામ

અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં 'મેરા જૂતા ફેક લેધર દિલ છિછાલેદાર' ગાનારા દુર્ગા પણ ટ્રેનમાં ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પણ પોતાની ટેલેન્ટ અને કિસ્મતના આધારે તે માયાનગરી મુંબઈ પહોંચી. જો કે દુર્ગા પોતાના પરિવારનું પેટ ભરવા ટ્રેનમાં ગીત ગાતી હતી. ફટ ફિશ રેકોર્ડ્સના આનંદ સુરાપુર દુર્ગાના અવાજથી પ્રભાવિત થયા અને તેઓ તેને સ્નેહા ખનવાલકર પાસે ઓડિશનમાં લઈ ગયા.

દુર્ગાએ 13 વર્ષની ઉંમરે પહેલું ગીત ગાયું ગેંગ્સ ઓફ વાસેપુરમાં, ફાઈલ ફોટો

સ્નેહાને દુર્ગાનો અવાજ આ ગીત માટે પરફેક્ટ લાગ્યો અને ફક્ત 13 વર્ષની ઉંમરમાં તેઓએ અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરમાં ગીત ગાયું. દિલ છિછારેદાર ઘણું હિટ થયું અને સાથે ફિલ્મ પણ અનુરાગના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. આ ગીત માટે પોતાનો અવાજ આપ્યા બાદ દુર્ગા એક વાર ફરી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બહાર છે.

દુર્ગા કયારેય નથી સાંભળતી હિંદી ગીતો

ખાસ વાત તો એ છે કે દુર્ગા આંધ્રપ્રદેશની છે. તે હિંદી ગીતો ક્યારેય સાંભળતી જ નથી, જો કે તેને હિંદી સારું આવડે છે. અને સ્નેહાના માર્ગદર્શનમાં તે લોકોની સામે પોતાની ટલેન્ટ લાવવામાં કામયાબ પણ રહી હતી. અનુરાગ આ સિવાય ફિલ્મ મુક્કાબાજમાં પણ દીપક ઠાકુર નામના સિંગરને ચાન્સ આપી ચૂક્યા છે. તેઓએ આ ગીતને ગાયા બાદ બિગ બોસના ઘરમાં જગ્યા મેળવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Durga Gangs of Wasseypur Hit Song first song singer ગેંગ્સ ઓફ વાસેપુર દુર્ગા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ