બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / તમારા ફોન પર આવી રહ્યા છે Silent Call તો થઇ જાવ સાવધાન, નવા સ્કેમથી ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ

ટેક / તમારા ફોન પર આવી રહ્યા છે Silent Call તો થઇ જાવ સાવધાન, નવા સ્કેમથી ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ

Published By: Nirav Kumar

Last Updated: 02:47 AM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતા ઈન્ટરનેટની વચ્ચે સાયબર ફ્રોડની રીતો પણ વધી રહી છે. જેમાં હવે સાઇલન્ટ કોલ સ્કેમ" નામનું કૌભાંડ પણ સામે આવ્યું છે. જેમાં એકવાર તમારો નંબર એક્ટીવ તરીકે લીસ્ટ થઈ જાય ત્યાર બાદ તમે ભવિષ્યના ટાર્ગેટ બની શકો છો.

સાયબર ફ્રોડની રીતો ઝડપથી વધી રહી છે જેમાં અને હવે AI નો ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં એક નવું સ્કેમ બહાર આવ્યું છે. જેને "સાઇલન્ટ કોલ સ્કેમ" કહેવામાં આવે છે. જેમાં યુઝર્સને એવા કોલ આવે છે જે જવાબ આપ્યા બાદ સાયલન્ટ થઇ જાય છે.

લોકો ઘણીવાર આ કોલ્સને અવોઇડ કરે છે કે એવું વિચારે છે કે તે કોઈ મજાક કરી રહ્યું છે. પરંતુ તે ખતરો ઉભો કરી શકે છે. અહેવાલો અનુસાર સાયબર ગુનેગારો યુઝર્સના ફોન નંબરોને એક્ટીવ અને રિસ્પોન્સિવ બતાવવા માટે AI નો ઉપયોગ કરે છે. એકવાર તમારો નંબર એક્ટીવ તરીકે લીસ્ટ થઈ જાય ત્યાર બાદ તમે ભવિષ્યના ટાર્ગેટ, જેમ કે ફિશિંગ કોલ, ફ્રોડ મેસેજ કે કે બેંકિંગ સ્કેમ માટે વધુ સંવેદનશીલ બની શકો છો. આથી આ નવા ફ્રોડને સમજવું અને સતર્ક રહેવું જરુરી છે.

  • સાયલન્ટ કોલ AI સ્કેમ કેવી રીતે કરે છે કામ?

સાયલન્ટ કોલ સ્કેમ એ એક નવી સાયબર ફ્રોડ પદ્ધતિ છે જેમાં યુઝર્સ કોલ પ્રાપ્ત કરે છે પરંતુ જવાબ આપ્યા બાદ તેઓને કોઈ અવાજ સંભળાતો નથી. આ કોલ ઘણીવાર થોડી સેકંડ સુધી ચાલે છે અને બાદમાં ઓટોમેટીક ડિસ્કનેક્ટ થઈ જાય છે. આ કોઈ ભૂલ નથી, પરંતુ ફ્રોડ કરનારાઓ દ્વારા યુઝર્સની માહિતી ભેગી કરવા માટે ઉપયોગમાં લેવાતી ઇરાદાપૂર્વકની વ્યૂહરચના છે.

આ સ્કેમ ઓટોમેટેડ કોલિંગ સિસ્ટમ બનાવવા માટે AI નો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ હજારો નંબરો પર કોલ કરે છે અને વેરીફાઈ કરે છે કે કયા નંબર એક્ટીવ છે અને કયા યુઝર્સ કોલ પ્રાપ્ત કરી રહ્યા છે. જો તમે કોલનો જવાબ આપો છો તો સિસ્ટમ રેકોર્ડ કરે છે કે તમારો નંબર એક્ટીવ છે. પછી તમારો નંબર ફ્રોડ કરનારાઓના લીસ્ટમાં એડ કરી શકાય છે જેનો ઉપયોગ પછી બીજા સ્કેમ માટે થાય છે.

vtv app promotion
  • આ સ્કેમ કેમ ખતરનાક?

આ સ્કેમ ખતરનાક છે કેમ કે તે સીધા પૈસાની માંગણી કરતું નથી પરંતુ પહેલા તમારી માહિતી ભેગી કરે છે. એકવાર તમારો નંબર એક્ટીવ લીસ્ટમાં આવી જાય તો તમને ફ્રોડ કોલ, OTP સ્કેમ અથવા બેંકિંગ ફ્રોડનો શિકાર બનાવી શકાય છે. મતલબ કે, આ કૌભાંડ મોટા ફ્રોડની શરૂઆત હોઈ શકે છે.

જો તમે અમુક બાબતો પર ધ્યાન આપો તો સાયલન્ટ કોલ ઓળખવા મુશ્કેલ નથી. જો તમને વારંવાર કોઈ જવાબ ન આપતો હોય તેવા કોલ આવે છે તો તે એક સંકેત હોઈ શકે છે કે તમારો નંબર નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ સિવાય જો કોલ થોડી સેકંડ પછી ઓટોમેટીક ડિસ્કનેક્ટ થઈ જાય તો તમારે સાવધાન રહેવું જોઈએ.

વધુ વાંચો : ખોટા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો ગભરાશો નહીં, અપનાવો આ સરળ ટિપ્સ

  • સ્કેમથી બચવાના રસ્તાઓ

આવા સ્કેમથી બચવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારે સતર્ક રહેવું જોઈએ. જો તમને કોઈ વિચિત્ર કે  સાયલન્ટ કોલ આવે છે તો તેને લાંબા સમય સુધી ચાલુ ન રાખો અને તેને તરત જ ડિસ્કનેક્ટ કરો. અનનોન નંબરો પરથી આવતા કોલ પર કોઈપણ પર્સનલ માહિતી શેર કરશો નહીં. આ સિવાય આવા કોલ ઘટાડવા માટે તમારા ફોન પર કોલ બ્લોકર કે  સ્પામ ફિલ્ટરનો ઉપયોગ કરો. જો તમને વારંવાર આવા કોલ આવી રહ્યા હોય તો તે નંબરને બ્લોક કરો અને હંમેશા તમારી બેંક અને OTP માહિતી સીક્યોર રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silent Call Scam Cyber Fraud Cyber Criminals

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ