બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / પતિની હત્યા, જેલવાસ, અને અંતે જતા બાંગ્લાદેશના પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયા બન્યા 'આયર્ન લેડી'
Last Updated: 02:59 PM, 30 December 2025
30 ડિસેમ્બર 2025 ના રોજ બાંગ્લાદેશમાં એક યુગનો અંત આવ્યો છે. દેશન પ્રતમ મહિલા વડાપ્રધાન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલા બેગમ ખાલિદા ઝિયાનું ઢાકાની એવરકેર હોસ્પિટલમાં 80 વર્ષની વયે નિધન થયું હતું. લાંબી બીમારી સામે લડ્યા બાદ તેમણે સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ અને તેમના લાખો સમર્થકો તેમને રાષ્ટ્રમાતા તરીકે ઓળખતા હતા. ખાલિદા ઝિયાનનું અવસાન બાંગ્લાદેશની લોકશાહી યાત્રાના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત પણ દર્શાવે છે.
ADVERTISEMENT
રાજકીય કારકિર્દીની શરૂઆત
બાંગ્લાદેશના રાજકારણમાં લાંબા સમયથી બે મહિલાઓનું વર્ચસ્વ રહ્યું હતું. એક તરફ શેખ હસીના અને બીજી તરફ બેગમ ખાલિદા ઝિયા. હસીના બંગબંધુની પુત્રી કહેવામાં આવે છે. ખાલિદિ ઝિયાને લોખંડી મહિલા અથવા લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે. ખાલિદા જિયાનનો જન્મ તા. 15 ઓગસ્ટ 1945 ના રોજ જલપાઈગુડીમાં થયો હતો. જે બાદ તેમનો પરિવાર બાંગ્લાદેશના દિનાજપુરમાં સ્થાયી થયો હતો. 1959 માં 15 વર્ષની ઉંમરે તેમણે પાકિસ્તાનની સેનાના કેપ્ટન ઝિયાઉર રહેમાન સાથે લગ્ન કર્યા હતા. જે બાદ ઝિયાઉપ રહેમાન બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધના હિરો બન્યા અને 1977 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. ખાલિદાને લગ્ન જીવન બાદ બે પુત્રો તારિક અને અરાફત રહેમાન હતા. 30 મે 1981 ના રોજ ચિત્તાગોગમાં લશ્કરી બળવાના પ્રયાસમાં ઝિયાઉર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ખાલિદા રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
ADVERTISEMENT

બાંગ્લાદેશની રાજનીતીમાં ત્રણ દાયકાથી રાજકારણમાં બે મહિલાઓ ખાલિદા ઝિયા અને શેખ હસીનાની આજુબાજુ જ ફરતું રહ્યું હતું. બંનેનાં પતિઓ અને તેમના પિતાની હત્યાઓ અને પરિવારોને રાજકીય વારસાએ દુશ્મનાવટ ગાઢ બનાવી દીધી હતી. ખાલિદા અને શેખ હસીના વચ્ચે દુશ્મનાવટને બેગમોની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. બંનેએ મળીના ઈર્શાદની સત્તાને ઉથલાવી હતી. જે બાદ પાછળથી બંને પોત પોતાની હરીફ બની જવા પામી હતી. 2008 પછી હસીનાની સરકાર દરમ્યાન ખાદિલા પર ભ્રષ્ટ્રાચારના અનેક આરોપો લાગ્યા હતા. જે બાદ તેમને 2018 દરમ્યાન જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પરંતું સ્વાસ્થ્યના કારણોસર તેમને મુક્ત કરવામાં આવ્યા અને નજરકેદ રખાયા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભારત સાથે સીધો નાતો ધરાવે છે બાંગ્લાદેશના પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયા, જુઓ કઇ રીતે
ADVERTISEMENT
લોકશાહીની યોદ્ધા કે વિવાદાસ્પદ નેતા
ખાલિદા ઝીયા લોખંડી મહિલા તરીકે જાણીતા હતા. તેમણે લશ્કરી શાસન સામે લડત આપી હતી. રાજકારણમાં મહિલાઓને પ્રોત્સાહન આપ્યું અને BNP ને એક મજબૂત સંગઠન બનાવ્યું હતું. પરંતુ ભ્રષ્ટ્રાચારના આરોપો, સગાવાદ અને હસીના સાથેની લડાઈના કારણે તેમની છબી ખરડાઈ હતી. તેમના મૃત્યુથી બાંગ્લાદેશના રાજકારણમાં મોટી ખોટ પડી છે. હવે બધાની નજર તારિક રહેમાન પર રહેશે. શું તેઓ તેમની માતાના વારસાને આગળ વધારી શકશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.