બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત સાથે સીધો નાતો ધરાવે છે બાંગ્લાદેશના પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયા, જુઓ કઇ રીતે

વિશ્વ / ભારત સાથે સીધો નાતો ધરાવે છે બાંગ્લાદેશના પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયા, જુઓ કઇ રીતે

Priykant Shrimali

Last Updated: 11:56 AM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Khalida Zia India Connection : જલપાઈગુડીમાં જન્મેલા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું નિધન, જાણો તેમના ભારત કનેક્શન વિશેની તમામ વાતો, અહીં એક જ ક્લિકે

Khalida Zia India Connection : બાંગ્લાદેશથી આજે સવારે સમાચાર સામે આવ્યા છે પૂર્વ PM ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું. બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં ખાલિદા ઝિયાનું નામ એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે લેવામાં આવે છે. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા અને દક્ષિણ એશિયાઈ રાજકારણમાં પોતાની અલગ ઓળખ બનાવી. લાંબી બીમારી બાદ મંગળવારે 80 વર્ષની વયે તેમનું અવસાન થયું હોવાની માહિતી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા આપવામાં આવી.

અહેવાલો મુજબ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયા છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. તેમને લીવર સિરોસિસ, ડાયાબિટીસ તેમજ હૃદય અને છાતીની તકલીફ હતી. તેઓ લાંબા સમયથી ઢાકાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનું અવસાન બાંગ્લાદેશના રાજકારણ માટે એક યુગના અંત સમાન માનવામાં આવે છે.

શું તમે જાણો છો ભારત સાથે ખાલિદા ઝિયાનું કનેક્શન ?

ખાલિદા ઝિયાનો જન્મ 1945માં જલપાઈગુડીમાં થયું હતું. તે સમય દરમિયાન આ વિસ્તાર બ્રિટિશ ભારતના બંગાળ પ્રેસિડેન્સી હેઠળ આવતો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમનો પરિવાર દિનાજપુર તરફ વસવાટ કરવા ગયો, જે આજે બાંગ્લાદેશનો ભાગ છે. તેમણે શરૂઆતનું શિક્ષણ દિનાજપુરની મિશનરી સ્કૂલમાં લીધું અને બાદમાં દિનાજપુર ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આમ તેમના જીવનની શરૂઆત ભારત અને બાંગ્લાદેશ- બંને દેશોના ઇતિહાસ સાથે જોડાયેલી રહી.

લગ્ન અને રાજકારણમાં પ્રવેશ

ખાલિદા ઝિયાના લગ્ન બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન સાથે થયા હતા. ઝિયાઉર રહેમાનની 1981માં એક લશ્કરી બળવામાં હત્યા કરવામાં આવી હતી. તેમના અવસાન પછી દેશ લાંબા સમય સુધી રાજકીય અસ્થિરતામાં રહ્યો. પતિના મૃત્યુ બાદ ખાલિદા ઝિયાએ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. તેમણે લશ્કરી શાસન સામે લોકશાહી માટે અવાજ ઉઠાવ્યો અને જનરલ હુસૈન મુહમ્મદ ઇર્શાદના શાસન સામે સાત પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કર્યું.

ખાલિદા ઝિયા શરૂઆતમાં BNPમાં સામાન્ય સભ્ય તરીકે જોડાયા હતા. 1983માં તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ બન્યા અને ત્યારબાદ એક વર્ષમાં જ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. તેમના દૃઢ સ્વભાવ અને અડગ નેતૃત્વને કારણે તેઓ ધીમે ધીમે ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાવા લાગ્યા. 1983થી 1990 વચ્ચે તેઓ સાત વખત ધરપકડમાં લેવામાં આવ્યા. 1986ની ચૂંટણીનો તેમણે બહિષ્કાર કર્યો હતો, જે તેમના રાજકીય સંઘર્ષનો મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે.

પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ઇતિહાસ રચ્યો

1991માં ખાલિદા ઝિયાએ ભવ્ય વિજય સાથે ચૂંટણી જીતી અને બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન સંસદીય લોકશાહીને મજબૂત બનાવવામાં આવી. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે કાર્યકારી સરકાર પ્રણાલી અમલમાં લાવવામાં આવી. તેમના પ્રથમ કાર્યકાળમાં ઘણા આર્થિક સુધારા થયા. મૂલ્યવર્ધિત કર (VAT), બેંક કંપની અધિનિયમ, નાણાકીય સંસ્થાઓ અધિનિયમ અને ખાનગીકરણ બોર્ડ જેવી વ્યવસ્થાઓ અમલમાં આવી. શિક્ષણ ક્ષેત્રને વધુ સુલભ બનાવવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી. 1996માં તેમનો બીજો કાર્યકાળ ખૂબ ટૂંકા સમય માટે રહ્યો. ત્યારબાદ BNPએ અન્ય પક્ષો સાથે ગઠબંધન બનાવી શાસક અવામી લીગ સામે આંદોલનો શરૂ કર્યા. 2001માં ખાલિદા ઝિયા ફરી સત્તામાં આવ્યા અને ભ્રષ્ટાચાર તથા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનો વચન આપ્યો.

હવે જાણો ભારત સાથેના સંબંધો

ખાલિદા ઝિયાનાં ભારત સાથે સંબંધો સમયાંતરે બદલાતા રહ્યા પરંતુ રાજકીય સ્તરે સંપર્ક જળવાયો રહ્યો. 2006માં પદ છોડતાં પહેલાં તેમણે ભારતની મુલાકાત લીધી હતી. 2012માં તેઓ ફરી ભારત આવ્યા અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડા પ્રધાન મનમોહન સિંહ અને વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન ખાલિદા ઝિયા સાથે મુલાકાત કરી હતી, જે બંને દેશો વચ્ચેના રાજકીય સંવાદ માટે મહત્વપૂર્ણ ઘટના હતી.

આ પણ વાંચો : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન

2018માં ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 17 વર્ષની જેલ સજા સંભળાવવામાં આવી. વર્ષો સુધી જેલમાં રહ્યા બાદ અને ખરાબ સ્વાસ્થ્ય છતાં તેમણે રાજકારણમાંથી સંપૂર્ણપણે વિદાય લીધી નહોતી. લોકશાહી માટેનો તેમનો સંઘર્ષ સતત ચાલુ રહ્યો.

PM મોદીએ પણ વ્યક્ત કર્યું દુ:ખ

PM મોદીએ X પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું કે, ઢાકામાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને BNP અધ્યક્ષા બેગમ ખાલિદા ઝિયાના નિધનના સમાચારથી ખૂબ દુઃખ થયું. તેમના પરિવાર અને બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. સર્વશક્તિમાન તેમના પરિવારને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે બાંગ્લાદેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોને આગળ વધારવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હંમેશા યાદ રહેશે. મને 2015 માં ઢાકામાં તેમની સાથેની મારી સૌહાર્દપૂર્ણ મુલાકાત યાદ છે. અમને આશા છે કે તેમના વિચારો અને વારસો ભવિષ્યમાં આપણી ભાગીદારીને માર્ગદર્શન આપશે. તેમના આત્માને શાંતિ મળે...

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

khalida zia begum khaleda zia khaleda zia bangladesh
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ