બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન

વિશ્વ / બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન

Priykant Shrimali

Last Updated: 07:42 AM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bangladesh Khaleda zia : બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા, પરંતુ તબિયત વધુ બગડતા અંતે તેમનું અવસાન થયું

Bangladesh Khaleda zia : બાંગ્લાદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. મંગળવારે વહેલી સવારે તેમણે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. ખાલિદા ઝિયા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા, પરંતુ તબિયત વધુ બગડતા અંતે તેમનું અવસાન થયું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી.

લાંબી બીમારી બાદ નિધન

મીડિયા અહેવાલો પ્રમાણે ડોક્ટરોના જણાવ્યા મુજબ ખાલિદા ઝિયા અનેક ગંભીર રોગોથી પીડાતા હતા. તેમને લીવર સંબંધિત તકલીફ, ડાયાબિટીસ, સંધિવાની સમસ્યા તેમજ હૃદયની ગંભીર બીમારી હતી. થોડા સમય પહેલા તેમને ન્યુમોનિયા પણ થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. લગભગ એક મહિના કરતા વધુ સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન

ખાલિદા ઝિયાનું રાજકીય જીવન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. તેમણે બે વખત દેશનું નેતૃત્વ કર્યું હતું-પ્રથમ વખત 1991થી 1996 સુધી અને બીજી વખત 2001થી 2006 સુધી. તેઓ બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ ઝિયાઉર રહેમાનના પત્ની હતા. તેમના નેતૃત્વ દરમિયાન દેશના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : શું રશિયન પ્રેસિડન્ટ પુતિનના ઘર પર કર્યો ડ્રોન હુમલો? યુક્રેનના પ્રેસિડન્ટના એલાનથી હડકંપ

દેશભરમાં શોકની લાગણી

ખાલિદા ઝિયાનાં અવસાનથી બાંગ્લાદેશમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના સમર્થકો, પાર્ટીના કાર્યકરો અને દેશના અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Khaleda Zia Khaleda Zia passes away Bangladesh
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ