બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શું રશિયન પ્રેસિડન્ટ પુતિનના ઘર પર કર્યો ડ્રોન હુમલો? યુક્રેનના પ્રેસિડન્ટના એલાનથી હડકંપ
Last Updated: 11:18 PM, 29 December 2025
Russia Ukraine War: રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન નજીક લાંબા અંતરના ડ્રોનથી હુમલો કર્યો હતો, જેને એયર ડિફેંસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. યુક્રેને આ આરોપને નકારી કાઢ્યો છે. રશિયાએ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે અને શાંતિ વાટાઘાટોમાં તેની સ્થિતિની સમીક્ષા કરવાની વાત કહી છે.
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ફરી એકવાર બયાનબાજી તેજ થઇ રહી છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુક્રેને આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે રશિયા શાંતિ વાટાઘાટોને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT
રશિયન વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવએ સોમવારે કહ્યું હતું કે યુક્રેને ઉત્તરી રશિયાના નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર લાંબા અંતરના ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લાવરોવના જણાવ્યા મુજબ લાંબા અંતરના ડ્રોન રાતના સમય દાગવામાં આવ્યા જેને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.
પુતિનના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ
ADVERTISEMENT
લાવરોવે ચેતવણી આપી હતી કે આવી કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોએ બદલો લેવા માટે પહેલાથી જ લક્ષ્યો ઓળખી કાઢ્યા છે. તેમણે તેને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આવી બેદરકારીભરી કાર્યવાહીનો જવાબ આપ્યા વગર છોડાશે નહીં.
રશિયન વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સંભવિત યુક્રેનિયન શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી ખસી જશે નહીં, પરંતુ વાટાઘાટો પરના તેના વલણની હવે સમીક્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT
બીજી બાજુ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા, તેમને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો કે રશિયા આવા નિવેદનો આપીને કિવમાં સરકારી ઇમારતો પર હુમલા માટે જમીન તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયાના દાવા શાંતિ વાટાઘાટોને નબળી પાડવાનો પ્રયાસ છે.

ADVERTISEMENT
એ પણ સ્પષ્ટ નથી કે ડ્રોન હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન નોવગોરોડ ક્ષેત્રમાં ડોલ્ગીયે બોરોડી એટલે "લોંગ બીયર્ડ્સ" નામના નિવાસસ્થાને હાજર હતા કે નહીં. આ નિવાસસ્થાનનો ઉપયોગ અગાઉ જોસેફ સ્ટાલિન, નિકિતા ખ્રુશ્ચેવ, બોરિસ યેલત્સિન અને વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 'તમારા ઘરનું સંભાળો, સત્ય નહીં બદલાય', ભારત પર આરોપ લગાવનાર પાક.ને જવાબ
ADVERTISEMENT
દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને સોમવારે તેમની સેનાને દક્ષિણ યુક્રેનમાં ઝાપોરિઝ્ઝિયા પ્રદેશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો. એક રશિયન કમાન્ડરે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકો પ્રદેશના સૌથી મોટા શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.