બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / bajaj new chetak chic electric scooter under urbanite brand launch on 16 october

અપકમિંગ / બજાજનું નવું સ્કૂટર ‘Chetak Chic’ 16 ઑક્ટોબરે થશે લૉન્ચ, કિંમત જાણીને રહી જશો દંગ

Published By: Krupa

Last Updated: 12:45 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટસ અનુસાર બજાજનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર અર્બનાઇટ (Urbanite) બ્રાંડ અંતર્ગત લૉન્ચ કરવામાં આવશે અને એનું નામ ‘Chetak Chic’ હશે અને એના નામને કંપનીએ રજિસ્ટર્ડ કરાવ્યું છે. જેની કિંમત જાણીને તમે પણ હેરાન થઇ જશો.

  • બજાજ ઑટોનું નવું સ્કૂટર 16 ઑક્ટોબરે થશે લૉન્ચ
  • મીડિયા રિપોર્ટસ અનુસાર એનું નામ ‘Chetak Chic’ હશે
  • આ સ્કૂટરની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે

બજાજ ઑટો પોતાના નવા સ્કૂટરને લઇને ખૂબ ચર્ચામાં છે. દિલ્હીમાં 16 ઑક્ટોબરે એક ઇવેન્ટ દરમિયાન એને લૉન્ચ કરવામાં આવશે. આ સમારોહમાં બે ખાસ મહેમાન, કેન્દ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરી અને નીતિ યોગના સીઇઓ અમિતાભ કાંત પણ સામેલ થશે. બજાજ ઑટો માટે આ સ્કૂટર એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. આમ તો કંપનીએ અત્યાર સુધી આ સ્કૂટર માટે કોઇ જાણકારી આપી નથી. 

Chetak Chic હશે નામ!
મીડિયા રિપોર્ટસ અનુસાર બજાજનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર અર્બનાઇટ (Urbanite) બ્રાંડ અંતર્ગત લૉન્ચ કરવામાં આવશે અને એનું નામ ‘Chetak Chic’ હશે અને એના નામને કંપનીએ રજિસ્ટર્ડ કરાવ્યું છે. 

લીક થયેલો ફોટો

કેવી હશે ડિઝાઇન?
સોર્સ અને મીડિયા રિપોર્ટસ અનુસાર બજાજનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણી આધુનિક સુવિધાઓ સાથે આવશે. લૉન્ચ પહેલા એના ઘણા ફોટો પણ સોશ્યલ પ્લેટફોર્મ પર લીક થઇ ગયા છે. એની ડિઝાઇન કંપનીના જૂના સ્કૂટર જેવી હોઇ શકે છે જે રેટ્રો લુર વાળા સ્કૂટર્સની યાદ અપાવશે. 

ફીચર્સ 
ફીચર્સની વાત કરીએ તો એવી શક્યતા છે કે નવા મૉડલમાં ઇન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ મળશે, ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ, ઓડોમીટર, ટ્રિપમીટર, નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને બેટરી રેન્જ જેવા ફીચર્સ મળી શકે છે. 

લીક થયેલા ફોટો પ્રમાણે એમાં પહોળા ફ્રંટ એપ્રન,. કર્વ સાઇડ પેનલ અને મોટા રિયર વ્યૂ મિરર જેવા ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત એમાં અલૉય વ્હીલ, ફ્રંટ અને રિયર ડિસ્ક બ્રેક, LED હેડલેમ્પ અને ટેલ લેમ્પ્સ જોવા મળી શકે છે. 

કિંમત 
બજાજ ઑટો આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ઘણા નવા ફેઝમાં ઉપલબ્ધ કરાવશે. પહેલા ફેઝમાં કંપની એને પોતાના હોમ ટાઉન પૂના અને બેંગ્લોરમાં ઉપલબ્ધ કરાવશે. ત્યારબાદ દેશના અન્ય શહેરો સુધી આ સ્કૂટર વેંતાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જાણકારોનું માનવું છે કે આ સ્કૂટરની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

ચેતકકનું પ્રોડક્શન 2006માં થયું હતું બંધ
બજાજ ઑટોએ ચેતકનું પ્રોડક્શન 2006માં બંધ કરી દીધું હતું. બજાજનું ફોકસ સ્કૂટરની જગ્યાએ બાઇક્સ બનાવવા પર શિફ્ટ થઇ ગયું. પરંતુ હવે બજારમાં સ્કૂટર બાઇકથી વધારે લોકપ્રિય છે. માનવામાં આવી રહ્યું છે કે નવા ચેતકમાં જૂના ચેતકની ઝલક નજરે આવી શકે છે પરંતુ એને આજના જમાનાના હિસાબથી ડિઝાઇન પણ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Bajaj chetak chic electric scooter ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ upcoming

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ