ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:45 AM, 13 June 2025
ADVERTISEMENT
બાબા વેંગા તેમના મૃત્યુના બે દાયકા પછી પણ તેમની આગાહીઓ માટે સમાચારમાં રહે છે. માત્ર 12 વર્ષની ઉંમરે એક ભયંકર તોફાનને કારણે તેમની દૃષ્ટિ ગુમાવનાર બાબા વાંગા બલ્ગેરિયાના રહેવાસી હતા. તેમને 'બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા વાંગા 1996માં આ દુનિયા છોડી ગયા, પરંતુ આજે પણ લાખો લોકો તેમની આગાહીઓથી આશ્ચર્યચકિત છે. આજે ફરી અમે તમને તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર, 2025ના વર્ષ માટે તેમની આગાહીઓને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે તેમણે આ વર્ષ વિશે શું કહ્યું અને વર્તમાનમાં શું થઈ રહ્યું છે.
ADVERTISEMENT

ભૂકંપ અને સુનામી
ADVERTISEMENT
બાબા વેંગા દ્વારા એવું કહેવામાં આવ્યુ હતું કે, 2025માં જાપાન નજીકના સમુદ્રમાં ભયંકર ભૂકંપ અને સુનામી આવી શકે છે. જો આપણે તેમની આ આગાહી પર નજર કરીએ તો, તે અમુક અંશે સાચી સાબિત થઈ છે, કારણ કે જાપાન અને તેની આસપાસના વિસ્તારોમાં નાના ભૂકંપ આવ્યા છે. જોકે સદભાગ્યે સુનામી આવી ન હતી, પરંતુ વૈજ્ઞાનિકો આ અંગે ચેતવણી આપી ચૂક્યા છે.
વૈશ્વિક આર્થિક મંદી
ADVERTISEMENT
વાંગેંએ આ વર્ષે વૈશ્વિક આર્થિક મંદીનો પણ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોટી આર્થિક મંદી સમગ્ર વિશ્વને અસર કરશે. જો આપણે આ આગાહીની વાસ્તવિકતા પર નજર કરીએ તો, આ વર્ષે બેરોજગારી, ફુગાવો અને કંપનીઓમાં મોટા પાયે છટણીઓ આના પુરાવા છે. ટેક કંપનીઓમાં મોટા પાયે છટણી થઈ છે અને મંદીની ભીતિ છે. આ ઉપરાંત, ઘણા દેશોની બગડતી અર્થવ્યવસ્થા પણ બાબા વાંગાના શબ્દોને સમર્થન આપી રહી છે.
એલિયન્સ સાથે સંપર્ક
ADVERTISEMENT
એલિયન્સ અંગે, બાબા વેંગાએ કહ્યું હતું કે માણસો બુદ્ધિશાળી એલિયનનો સંપર્ક કરી શકે છે. જો આપણે વાસ્તવિકતા પર નજર કરીએ તો, આ આગાહી સાચી સાબિત થઈ નથી પરંતુ નાસા સહિત ઘણી મોટી અવકાશ એજન્સીઓ એલિયન્સની શોધમાં રોકાયેલી છે. ઉપરાંત, અવકાશમાં કેટલાક રસાયણો મળી આવ્યા છે જે આપણને એલિયન્સનો સંપર્ક કરવાની ખૂબ નજીક લઈ જઈ રહ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: પ્લેન ક્રેશ થવાનું અમેરિકાએ આપ્યું ચોક્કસ કારણ, બોઇંગના નિષ્ણાંતે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
વિચિત્ર રોગો
ADVERTISEMENT
આ ઉપરાંત બાબા વેંગાએ નવા અને વિચિત્ર રોગોની પણ આગાહી કરી હતી. જો આપણે વાસ્તવિકતા પર નજર કરીએ તો, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ એશિયામાં કેટલાક નવા રોગોના નાના ફાટી નીકળ્યા છે. જોકે તે નિયંત્રણમાં છે, વૈજ્ઞાનિકો તેમના વિશે વધુ સાવધ બન્યા છે. ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંસ્થા અને સીડીસી એન્ટિબાયોટિક પ્રતિકાર અને બાયોએન્જિનિયર્ડ વાયરસ વિશે ચિંતિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.