બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્લેન ક્રેશ થવાનું અમેરિકાએ આપ્યું ચોક્કસ કારણ, બોઇંગના નિષ્ણાંતે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
Last Updated: 11:51 PM, 12 June 2025
Ahmedabad Plane Crash : અમેરિકાના સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમના સીઈઓ જોન એમ. કોક્સના મતે, ટેકઓફ સમયે ફ્લાઇટના ભાગો યોગ્ય રીતે ગોઠવાયેલા નહોતા. આ કારણે, વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. કોક્સ કહે છે કે, અકસ્માત સમયે વિમાનના સ્લેટ્સ અને ફ્લૅપ્સ યોગ્ય સ્થિતિમાં હતા કે નહીં તેની તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
પ્લેન ક્રેશ કેમ થયું તેનું પ્રાથમિક તારણ
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ કેમ ક્રેશ થયું? આ પ્રશ્નોથી ઘેરાયેલું છે. હવે અમેરિકાના પ્રખ્યાત ઉડ્ડયન નિષ્ણાત જોન એમ. કોક્સે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. કોક્સના મતે, વિમાનના કેટલાક પુર્જા યોગ્ય રીતે ગોઠવાયેલા નહોતા, તેથી આ અકસ્માત થયો.
ADVERTISEMENT
વીડિયો આધારે લગાવ્યું અનુમાન
એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા, કોક્સે કહ્યું કે અકસ્માત સંબંધિત મેં જોયેલા વીડિયો પરથી એવું લાગે છે કે વિમાનનાં કેટલાક પુર્જા યોગ્ય આકારમાં હોવા જોઇએ તેવી સ્થિતિમાં નહોતા. જેના કારણે વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.
ADVERTISEMENT
કોક્સે બીજું શું કહ્યું છે?
વોશિંગ્ટન ડીસીના સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમના સીઈઓ કોક્સ કહે છે કે મને જે ખામી દેખાય છે તેમાંની એક એ છે કે જ્યારે વિમાન ચઢવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે સ્લેટ્સ અને ફ્લૅપ્સ યોગ્ય સ્થિતિમાં નહોતા. આની તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો : VTV ડિજીટલના એક કર્મચારીના બે પરિજનોએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
ફ્લેપ અયોગ્ય દિશામાં હતા
ADVERTISEMENT
કોક્સે આગળ કહ્યું - અકસ્માત સમયે તમે જે ચિત્ર જોશો તેમાં પ્લેનનો આગળનો ભાગ ઉપર તરફ ઉછળતો અને પછી નીચે પડતો જોવા મળે છે. આનો અર્થ એ છે કે ટેકઓફ સમયે પ્લેન પૂરતી લિફ્ટ જનરેટ કરી શક્યું ન હતું. જોન એમ. કોક્સના મતે, સ્લેટ્સ અને ફ્લૅપ્સ એવી રીતે મૂકવા જોઈએ કે પાંખો ઓછી ગતિએ વધુ લિફ્ટ જનરેટ કરી શકે.
કોક્સનું નિવેદન શા માટે મહત્વપૂર્ણ છે?
ADVERTISEMENT
કોક્સ અમેરિકાના જાણીતા એરક્રાફ્ટ કન્સલ્ટન્ટ છે. બોઇંગ વિમાનો અહીં બનાવવામાં આવે છે. ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું વિમાન બોઇંગનું હતું. આવી સ્થિતિમાં, કોક્સના નિવેદનને અવગણી શકાય નહીં. કોક્સના નિવેદન સિવાય, અમેરિકાએ કહ્યું છે કે જો અમને ભારત સરકારની સંમતિ મળે, તો અમે આ અકસ્માતના તળિયે પહોંચવા માંગીએ છીએ. યુએસ સરકારે તપાસની જવાબદારી NTSB ને સોંપી છે. NTSB દર વર્ષે લગભગ 450 આંતરરાષ્ટ્રીય તપાસ તેમજ 2,000 થી વધુ સ્થાનિક અકસ્માતોની તપાસ કરવામાં મદદ કરે છે.
બ્લેક બોક્સ અંતિમ રહસ્ય જાહેર થશે
અકસ્માત પછી, બ્લેક બોક્સને સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લેક બોક્સ દ્વારા જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે. બ્લેક બોક્સને FDR પણ કહેવામાં આવે છે. તે ફ્લાઇટનો તમામ ડેટા રેકોર્ડ કરે છે. ભારતમાં વિમાન સંચાલનની જવાબદારી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ની છે. આવી સ્થિતિમાં, હવે DGCA પણ પોતાના વિવેકબુદ્ધિથી વિમાન અકસ્માતની તપાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.