ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VTV ડિજીટલના એક કર્મચારીના બે પરિજનોએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
Last Updated: 08:59 PM, 12 June 2025
ADVERTISEMENT
ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના અમાદાવાદમાં બની છે. જેમાં એર ઈન્ડિયાનું પેસેન્જ વિમાન ક્રેશ થયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી હજૂ તો ટેકઓફ થયું જ હતું કે, બે મિનિટમાં વિમાન ટેક્નિકલ ખામીના કારણે અમદવાદ શહેરની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં આવેલા આરજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું, ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણઈ સહિત અનેક લોકોના જીવ ગયા છે. આ દુ:ખદ ઘટનામાં VTV ડિજીટલના એક કર્મચારીના બે પરિજનોએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. દાદા-દાદી બનવાના ખુશીના શણગાર સાથે લંડનમાં જઈ રહેલા રખીયાણા ગામના વતની ભોગીલાલ ભેમાભાઈ પરમાર અને તેમના પત્ની હંસાબેન પરમારનું અધૂરા સપને દૂર્ઘટનામાં અવસાન થયું છે.
ADVERTISEMENT

ભોગીલાલની 'ખુશી' અધૂરી જ રહી!
ADVERTISEMENT
માંડલના રખીયાણા ગામના વતની ભોગીલાલ ભેમાભાઈ પરમાર, ઉંમર 60, તેમજ તેમના પત્ની હંસાબેન ભોગીલાલ પરમાર જેઓ હાલ અમદાવાદ ખાતે રહેતા હતા પરંતુ તેમનો દીકરો વર્ષોથી લંડનમાં રહે છે ત્યારે દીકરા રોહન પરમારની પત્ની અને ભોગીલાલના પુત્રવધૂને ડિલિવરી હોવાથી તેઓ 6 મહિનાના વિઝા પર લંડન જઈ રહ્યાં હતા, પરંતુ આ કાળ સમાન દૂર્ઘટનાનો ક્યાં અંદાજો હતો. જેમને તો બસ પુત્ર અને પુત્રવધૂ સાથે રહેવાની ખુશી હતી, જે ખુશી જિંદગીની અંતિમ ખુશી બનીને રહી ગઈ છે. જો કે, અત્યારે પરિવારમાં માતમ છવાયો છે.
આ પણ વાંચો: વિમાન દુર્ઘટના વખતે આ પાઇલટ્સએ ભરી તેમના જીવનની છેલ્લી ઉડાન, જાણો કોણ છે?
ADVERTISEMENT

પુત્રીનું DNA લેવામાં આવ્યું
ADVERTISEMENT
અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ભોગીલાલના પુત્રી પિન્કીનું DNA લેવામાં આવ્યું છે અને જે બાદ મૃતદેહના ડીએનએ સાથે મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, ભોગીલાલ અને તેમના પત્નીના મૃતદેહો પરિવારને જલ્દીથી આપવામાં આવે તેવી પરિવારની માંગ છે. પરિજનો પર તો અત્યારે આભ તૂટી પડ્યું હોય તેવું હાલ છે. આ દૂર્ઘટના પરમાર પરિવાર માટે અધૂરી કહાની બની ને જ રહી ગઈ છે, જેમના માટે અત્યારે તો દુ:ખ સહન કરવા સિવાય કશું જ બચ્યું ન હોય તેવા હાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.