બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પબ્લિશ રિસર્ચ મુજબ કોઇની સાથે જમવા કરતા એકલા જમો તો ઓછું ખવાય છે. આ રિસર્ચ કરનાર ટીમના લીડર એવા બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટીના હેલન રુડોક કહે છે કે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોઇની સાથે જમનારા પુરુષો 48 ટકા વધુ ખાય છે. જયારે મહિલાઓ 29 ટકા વધુ ખોરાક પેટમાં પધરાવે છે.
ADVERTISEMENT
કેમ કે બધાની સાથે હસી મજાક કરતા જમતી વખતે તમારો મુડ ખુબ સારો હોય છે. જેના કારણે વધુ ખવાઇ જાય છે. આપણા ખાનપાનની આદતો બદલાઇ છે. જેને સોશિયલ ઇટિંગ કહે છે તેમાં ઘણીવાર વાનગીઓનો ઢગલો હોય છે.

ADVERTISEMENT
સામાન્ય રીતે ઓવરઇટિંગ ન કરતા લોકોનો પણ અનુભવ છે કે લગ્ન કે કોઇ અન્ય પ્રસંગે વધુ ખવાઇ જતું હોય છે. જેમને વધુ પડતા વજન અને કેલેરીની ચિંતા હોય તેમણે સોશિયલ ઇટીંગ ટાળવું જોઇએ. અથવા તો આવા પ્રસંગે પણ બને તો એકલા જમવાનો પ્રયાસ કરવો જોઇએ.
આપણા ત્યાં હજુ પણ ખાસ કરીને રાતે પરિવારના તમામ સભ્યો રાતે સાથે જમે તેવી પરંપરા જળવાઇ રહી છે.કોઇ ખાસ કે બહુ ભાવતી વાનગી બનાવી હોય ત્યારે ઓવરઇટિંગથી બચવું મુશ્કેલ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.