ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Avinash Sable breaks the 30-year-old record of Bahadur Prasad in 5000 meter race,

જય હો / ભારતીય યુવકે અમેરિકામાં તોડ્યો 30 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 13.25 મિનિટમાં પૂરી કરી 5 હજાર મીટર દોડ

Published By: ParthB

Last Updated: 04:10 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના અવિનાશ સાબલે બહાદુર પ્રસાદનો 30 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ 5000 મીટર દોડમાં તોડ્યો હતો.

ADVERTISEMENT

  • અવિનાશે 30 વર્ષ બાદ બહાદુર પ્રસાદનો રેકોર્ડ તોડ્યો 
  • ટોક્યો ઓલિમ્પિકમાં નેશનલ રેકોર્ડ પણ બન્યો હતો
  • અવિનાશ સાબલે 5000 મીટર દોડ 13:25 મિનિટમાં પૂરી કરી

મહારાષ્ટ્રના 27 વર્ષીય અવિનાશે અમેરિકાના સૈન જુઆન કેપિસ્ટ્રાનોમાં સાઉન્ડ રનિંગ ટ્રેક મીટમાં 13:25.65ના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. સાબલે આ રેસમાં 12મું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં 1500 મીટરમાં ગોલ્ડ મેડલ જીતનાર નોર્વેના જેકબ ઈંગેબ્રિગ્ટસેન વિજેતા રહ્યા હતા. તેણે આ રેસમાં 13:02.03 સેકન્ડમાં રેસ પૂરી કરી.

અવિનાશે 30 વર્ષ બાદ બહાદુર પ્રસાદનો રેકોર્ડ તોડ્યો 

ઉલ્લેખનીય છે કે, બહાદુર પ્રસાદે 1992માં બર્મિંગહામમાં 13:29.70 સેકન્ડના સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો, જે 30 વર્ષ સુધી અકબંધ રહ્યો. અવિનાશ હાલમાં આંતરરાષ્ટ્રીય ઈવેન્ટની તૈયારીઓના સંદર્ભમાં યુએસમાં છે. સાબલે ભારતીય સેનાનો સૈનિક છે અને મહારાષ્ટ્રના બીડથી આવે છે.

ટોક્યો ઓલિમ્પિકમાં નેશનલ રેકોર્ડ પણ બન્યો હતો

અવિનાશ 3 હજાર મીટર સ્ટીપલચેસનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ ધરાવે છે. તેણે 3000 મીટર સ્ટીપલચેસનો પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ ઘણી વખત તોડ્યો છે. તેણે માર્ચમાં તિરુવનંતપુરમમાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ-2 દરમિયાન 8:16.21 સેકન્ડના સમય સાથે સાતમી વખત આવું કર્યું હતું. તેણે ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન 8:18.12 સેકન્ડના સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે 15 થી 24 જુલાઈ દરમિયાન યુજેન, યુએસએમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Avinash Sable Maharashtra breaks record race અવિનાશ સાંબલ ગુજરાતી ન્યૂઝ દૌડ સ્પર્ધા મહારાષ્ટ્ર Racing competition

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ