ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ આ તારીખોમાં પ્રવાસ ન કરતા, નહીંતર અ'મંગળ' સમાચાર મળતા વાર નહીં લાગે!

ધર્મ / ભૂલથી પણ આ તારીખોમાં પ્રવાસ ન કરતા, નહીંતર અ'મંગળ' સમાચાર મળતા વાર નહીં લાગે!

Published By: Chintan Chavda

Last Updated: 09:02 AM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology Predictions 2025: મંગળ અને કેતુ પણ સિંહ રાશિમાં યુતિથી કુજ-કેતુ યોગ રચાય છે, જે 28 જુલાઈ સુધી રહેશે. આ સાથે ઘણા અશુભ યોગ એકસાથે બનવાને કારણે દેશ અને દુનિયામાં ભારે નુકસાન થવાની સંભાવના છે.

ADVERTISEMENT

શું તમે ધ્યાન આપ્યું છે કે હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારથી દુર્ઘટનાની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે? કયારેક પછી પ્લેન ક્રેશ, સ્ટેમપેડ, મુંબઈ ટ્રેનમાં આ સમયે દરેક જગ્યાએ અફરા તફરીનો માહોલ છે અને એની પાછળ કારણ ગ્રહોના સેનાપતિ મંગળનું હોવું છે. હકીકતમાં 2025નો મૂળાંક 9 છે અને આ અંકના સ્વામી મંગળ છે, મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી પણ છે. એટલા માટે વર્ષ 2025માં મંગળ ગ્રહોનો પ્રભાવ ખુબ વધુ રહેવાનો છે.

mangl2-

વર્ષ 2025માં ઘણા ગ્રહો રાશિ બદલશે

વર્ષ 2025માં ઘણા ગ્રહો રાશિ બદલશે. આ વર્ષે શનિ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તેઓ વક્રી અને માર્ગી બંને સ્થિતિમાં રહેશે. આ સિવાય, શુભ ગ્રહ ગુરુ પણ અતિચારી સ્થિતિમાં ગયો છે અને આખું વર્ષ આ સ્થિતિમાં રહેશે. શનિએ મીન રાશિમાં, રાહુએ પણ આ વર્ષે કુંભ રાશિમાં ગોચર કર્યું છે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. એટલા માટે મંગળની સાથે, બધા પાપી ગ્રહોનો પ્રભાવ 2025માં ખૂબ જ વધારે રહેવાનો છે.

સૂર્ય અને મંગળ સર્જશે વિનાશ?

વિક્રમ સંવત 2082ના રાજા, મંત્રી અને સેનાપતિ સૂર્ય દેવ રહેશે, તેથી દેશ અને દુનિયામાં ઘણી ખતરનાક પરિસ્થિતિઓ જોવા મળશે. સૂર્ય ગ્રહોનો રાજા અને આત્મા, પિતા, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન અને ઉર્જાનો કારણ ગ્રહ માનવામાં છે. ત્યારે વર્ષ 2025નો મૂળ અંક 9 છે, જેનો સ્વામી મંગળ છે. જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ યુદ્ધ, રક્ત, હિંમત, પરાક્રમ, ભૂમિ, ઉર્જા, ભાઈ વગેરેનો ગ્રહ છે. 7 જૂને મંગળએ સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે તે સાથે ઘણા અશુભ સંયોગો શરૂ થયા હતા. આ સાથે, શનિ અને મંગળ વચ્ચે એક ખતરનાક ષડાષ્ટક યોગ રચાઈ રહ્યો છે, જે 28 જૂન સુધી સક્રિય રહેશે. આ આખા વર્ષમાં, મંગળ ઘણી બધી ઉથલપાથલ, યુદ્ધ ફાટી નીકળવું, ભૂકંપ, અગ્નિદાહ વગેરેનું કારણ બની શકે છે.

app promo5

મંગળ નુકસાન પહોંચાડી શકે છે

મંગળ અને કેતુ પણ સિંહ રાશિમાં યુતિથી કુજ-કેતુ યોગ રચાય છે, જે 28 જુલાઈ સુધી રહેશે. આ સાથે ઘણા અશુભ યોગ એકસાથે બનવાને કારણે દેશ અને દુનિયામાં ભારે નુકસાન થવાની સંભાવના છે. આ ગ્રહોના યોગના પ્રભાવથી વિમાન, ટ્રેન અને માર્ગ અકસ્માત થવાની સંભાવના છે. સાથે તેમના અશુભ પ્રભાવથી જૂના યુદ્ધો વધી શકે છે અને નવા યુદ્ધો પણ શરૂ થઈ શકે છે. ત્યારે ભૂકંપ અને લશ્કરી સંઘર્ષની શક્યતાઓ ઉગ્ર બની શકે છે. તેથી, જ્યોતિષમાં કેટલીક એવી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર મુસાફરી ટાળવી જોઈએ.

વધુ વાંચો:દર બુધવારે અપનાવો આ 7 ઉપાય, કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે

આ તારીખો પર પ્રવાસ ટાળો

જુલાઈ – 2, 11, 20, 29

ઓગસ્ટ – 1, 10, 19, 28

સપ્ટેમ્બર – 9, 18, 27

ઓક્ટોબર – 8, 17, 26

નવેમ્બર – 7, 16, 25

ડિસેમ્બર – 6, 15, 24

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Avoid Travelling on These Dates Predictions 2025 Astrology

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ