બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:22 AM, 18 June 2025
હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, બુધવાર ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ પ્રસન્ન થાય છે. જ્યારે કુંડળીમાં બુધની સ્થિતિ સારી હોય છે, ત્યારે આશીર્વાદથી વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળે છે. ઉપરાંત, આવક અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારે કરવા માટેના ખાસ ઉપાયોનો પણ ઉલ્લેખ છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિનું ભાગ્ય પણ ચમકી શકે છે. તો ચાલો આ ઉપાયો વિશે જાણીએ..
ADVERTISEMENT

બુધને ખુશ કરવા માટે શું કરવું જોઈએ?
ADVERTISEMENT
તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો, તો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને પૂજા દરમિયાન ભગવાન ગણેશને શેરડીના રસથી અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ જલ્દી પ્રસન્ન થાય છે.
બુધવારે પૂજા દરમિયાન તેમને શમીના પત્તા અને સોપારીના પત્તા અર્પણ કરો. આ બે પત્તા અર્પણ કરતી વખતે, ‘वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥’ મંત્રનો જાપ કરો.
ADVERTISEMENT
ઘરમાં વાસ્તુ દોષથી મુક્તિ મેળવવા ઈચ્છો છો, તો બુધવારે સ્નાન-ધ્યાન બાદ શ્રીકૃણને વાંસળી અર્પિત કરો અને પછી વાંસળીને ઉત્તર દિશાવાળા રૂમમાં મૂકી દો. આ ઉપાય કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.
તમે આર્થિક સમસ્યાથી મુક્તિ મેળવવા માંગતા હો, તો બુધવારે ભગવાન ગણેશની ભક્તિભાવથી પૂજા કરો. પૂજા દરમિયાન ભગવાન ગણેશને દૂર્વા અને મોદક પણ અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમારી બધી પૈસા સંબંધિત પરેશાનીઓ દૂર થઈ શકે છે.
ADVERTISEMENT

ધંધામાં પ્રગતિ અને નફો મેળવવા ઇચ્છતા હોય તો બુધવારે ભગવાન ગણેશજીની પૂજામાં 11 કે 21 દૂર્વા અર્પિત કરો. દૂર્વા અર્પિત કરતાં સમયે ભગવાનની સ્તુતિ કરવી. આ ઉપાયને કરવાથી વેપારમાં સફળતા મળે છે.
ADVERTISEMENT
ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે બુધવારે પૂજા બાદ મકાઈ, ઘઉં, બાજરી, ચોખા, લીલા શાકભાજી, લીલા રંગના ફળો વગેરે ચીજોનું દાન કરવું જોઈએ. આવું કરવાથી બુધ દેવની કૃપા સાથે શ્રીગણેશની પણ કૃપા મળશે.
આ પણ વાંચો: બોટાદમાં રેડ એલર્ટ, આજની રાત સાચવવું પડશે, 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ
ADVERTISEMENT
જો તમે બુધ દેવના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો બુધવારે પૂજા દરમિયાન ગાયના કાચા દૂધમાં દૂર્વા ભેળવીને ભગવાન ગણેશનો અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.