ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Asthma-free Diwali with a little caution

ટિપ્સ / થોડી સાવધાની રાખીને મનાવો અસ્થમા ફ્રી દિવાળી

Published By: Krupa

Last Updated: 06:50 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફટાકડામાંથી નીકળતા ધુમાડામાંથી કેમિકલ્સ લેડ, મેગ્નીંસ, કોપર, ઝિંક, પોટેશિયમ વગેરેથી શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે. આજ કારણ છે કે પહેલેથીજ કેટલાક ઉપાયો અપનાવીને અસ્થમા પેશન્ટ પોતાના આરોગ્યનું ધ્યાન રાખી શકે છે.

ADVERTISEMENT

અસ્થમા કે શ્વાસ સંબંધિત રોગિયો માટે દિવાળીનો તહેવાર કષ્ટદાયક હોય છે. ફટાકડાના કારણે આ તહેવારમાં સામાન્ય દિવસોની સરખામણીએ પ્રદુષણ પણ વધુ હોય છે. 

ફટાકડાંથી દુર રહો
ફટાકડાંમાંથી નીકળતો ધુમાડો તમને પ્રભાવિત કરી શકે છે. આવા સંજોગોમાં તેનાથી દુર રહેવું એજ સમજદારી છે. તમારો મોટાભાગનો સમય ઘરમાં જ રહો. એવી જગ્યાએ ન જાવ જ્યાં ફટાકડા ફોડવામાં આવતા હોય. સાથે સાથે માસ્કનો ઉપયોગ કરો જેથી નાક અને મોં ઢાંકેલા રહે અને તમે ફટાકડાના ધુમાડાથી દુર રહી શકો. માસ્કને ભીનુ કરશો તો સરળતાથી શ્વાસ લઇ શકશો.

ધુળ માટીથી બચો
આ તહેવારની તૈયારીમાં બધા ઘરની સાફ સફાઇ કરવામાં લાગી જાય છે. તેથી ધુળના કણ શ્વાસ દ્વારા શરીરમાં ભળી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમા પેશન્ટે આવી સાફ સફાઇથી દુર રહેવુ જોઇએ જેમાં ધુળ કે માટીના સંપર્કમાં આવવુ પડે. વધુ ધુળ માટીથી બચવું જોઇએ. સાફ સફાઇ કરવી ખુબ જરુરી હોય તો માસ્ક પહેરવાનું ન ભુલવુ જોઇએ.

પ્રાણાયમ રોજ કરો
રોજ સવારે શ્વાસ સંબંધિત ક્રિયાઓ અને પ્રાણાયમ દમના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. ઉંડા શ્વાસ લેવા અને છોડવા ઉપરાંત અનુલોમ વિલોમ, નેતી, ભ્રામરી અને કપાલભાતિ જેવા પ્રાણાયમ ફાયદાકારક છે.

દવાઓ સાથે રાખો
પ્રદુષિત વાતાવરણમાં અસ્થમાનો એટેક ગમે ત્યારે આવી શકે છે. આવા સંજોગોમાં તમારી દવાઓ સાથે રાખો અને ઇન્હેલર હંમેશા સાથે રાખો. જો તમે પહેલેથી દવાઓ લેતા હોય તો તમારી દવાઓ સાથે રાખો અને ડોક્ટરની સલાહ લેવામાં બેદરકારી ન રાખો.

આ ઉપાય પણ અજમાવો

  • રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી ખાલી પેટે પીવો ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરો. કમસે કમ અડધા કલાકનું અંતર રાખીને જ કંઇક ખાવ
  • રાત્રે નવ વાગ્યા બાદ ચરબીવાળો કે ભારે ખોરાક ન લો
  • આલ્કોહોલ અને ધુમ્રપાનથી બચો. આ સિઝનમાં તે ભારે પડી શકે છે.
  • રાત્રે સુતી વખતે પણ ગરમ પાણી પીવો તેનાથી પાચનતંત્ર સુધરવાની સાથે શ્વાસના રસ્તામાંથી પ્રદુષણ દુર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Asthma DIwali 2019 Health lifestyle અસ્થમા દિવાળી 2019 Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ