બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Ashok gehlot and sachin pilot rajasthan crisis end soon, party mention of Punjab model in Rajasthan?

રાજનીતિ / 'પાયલટ' સામે લડાઈમાં ગેહલોતની પણ 'ક્રેશ લેન્ડિંગ'! નવા અધ્યક્ષ બનતા જ મોટો ખેલ પાડવાની તૈયારીમાં કોંગ્રેસ

Published By: Megha

Last Updated: 12:03 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેહલોત અને પાયલોટ વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે એવી પણ સંભાવના છે કે પાર્ટી પંજાબ મોડલને અપનાવીને ત્રીજા નેતાને તક આપે.

  • ગાંધી પરિવાર પ્રતિ ગેહલોતની નિષ્ઠા પર સવાલ
  • ચુંટણી કરતાં ગાંધી પરિવારના વિશ્વાસુ કોણ એ વિશે ચર્ચા ચાલે છે 
  • ગેહલોત- પાયલટની જગ્યા પર કોઈ ત્રીજા પર વિચાર? 

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં સોમવારે મતદાન બાદ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના કટ્ટર હરીફ સચિન પાયલટ પર કેન્દ્રિત થવાની સંભાવના છે. પાર્ટીના અધ્યક્ષ પદ ચૂંટણીમાટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર ઉમેદવાર છે. ગયા મહિનાના અંત સુધીમાં રાજસ્થાનમાં કોંગ્રેસના 82 ધારાસભ્યોની પાર્ટીના ધારાસભ્ય દળની સત્તાવાર બેઠકમાં હાજરી નહતી આપી અને એ પછી આ વિષય ચર્ચામાં આવ્યો હતો. તેઓ ગેહલોતના વિશ્વસ્ત શાંતિ ધારીવાલના જયપુર નિવાસસ્થાનની એક સમાનાંતર બેઠકમાં ભાગ લીધો હતો. ગેહલોત એ સમયે પાર્ટી અધ્યક્ષ ચૂંટણી લડવાના હતા. ગેહલોત અને પાયલોટ વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે એવી પણ સંભાવના છે કે પાર્ટી પંજાબ મોડલને અપનાવીને ત્રીજા નેતાને તક આપે.

ગાંધી પરિવાર પ્રતિ ગેહલોતની નિષ્ઠા પર સવાલ
સપ્ટેમ્બર મહિનાની બેઠકનું આયોજન એક પ્રસ્તાવ રાખવા માટે કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પ્રમુખ ગેહલોતના ઉતરાધિકારીની નિમણૂક કરવા માટે અધિકૃત કરવામાં આવે. ગેહલોતને લાંબા સમયથી ગાંધી પરિવારનો વિશ્વસ્ત માનવામાં આવી રહ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા મહિને થયેલ ઘટનાક્રમથી ગાંધી પરિવાર પ્રતિ એમની નિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગેહલોતના નેતૃત્વ સામે 2020માં બળવો કરનાર પાયલોટને આ પરિવર્તન કરનાર તરીકે જોવામાં આવે છે. ઠીક આવું થરૂર માટે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ટોચના હોદ્દા માટે ઉમેદવાર બનીને હિંમત દાખવી પણ વફાદાર રહેવાનો દરજ્જો પ્રાપ્ત કરવામાં ઘણા પાછળ પડ્યા છે. 

ચુંટણી કરતાં ગાંધી પરિવારના વિશ્વાસુ કોણ એ વિશે ચર્ચા ચાલે છે 
કોંગ્રેસના કેટલાક નેતાઓ અને નિરીક્ષકોએ પણ આ વિશે વાત કરી છે અને કહ્યું છે કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક તરફ પાર્ટી પોતામાં પરિવર્તન કરીને નવીનતા લાવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેના ચૂંટણી પ્રચાર અભિયાનોમાં અને રાજસ્થાનની ભાગ-દોડ સંભાળવા માટે ખુદને સર્વાધિક સક્ષમ દર્શાવવાની રેસ કરતાં ગાંધી પરિવારના વિશ્વાસુ કોણ છે આ અંગેની ચર્ચા ચાલી રહી છે. 

ગેહલોત- પાયલટની જગ્યા પર કોઈ ત્રીજા પર વિચાર? 
કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ગાંધી પરિવાર હવે ગેહલોતને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવા માટે ઉત્સુક નથી આપણ એ સામે તે પાઈલટ સાથે પણ પૂરી રીતે સહમત નથી. એ વાતની સંભાવના છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે પાર્ટી ગેહલોત કે પાયલટ, બંનેમાંથી કોઈ નામ પર વિચાર ન કરે. આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈ ત્રીજી વ્યક્તિણઆ નામ પર વિચાર કરશે તો આ રણનીતિ પંજાબ મોડલ જેવી જ હશે. પંજાબમાં સિદ્ધુ અને કેપ્ટન અમરિંદરની લડાઈ વચ્ચે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Ashok Gehlot Sachin Pilot congress અશોક ગેહલોત કોંગ્રેસ સચિન પાયલટ Ashok Gehlot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ