ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:13 PM, 12 April 2026
ADVERTISEMENT
બોલીવૂડની જાણીતી ગાયિકા આશા ભોસલે હવે આ દુનિયામાં નથી રહ્યા. રવિવારે મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમને 92 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયાં નહીં. બોલીવૂડમાં તેઓ “સુરોની મલ્લિકા” તરીકે ઓળખાતા હતા. આશા ભોસલે માત્ર ગાયિકા જ નહોતા પણ તેઓ બિઝનેસમાં પણ ખૂબ સફળ હતા. તેમનું એક રેસ્ટોરાં બિઝનેસ પણ હતો જેના કારણે તેમની સારી કમાણી થતી હતી. તેમને ભારતની સૌથી ધનિક મહિલા ગાયિકાઓમાં ગણવામાં આવતું હતું. હવે લોકો તેમના જીવન અને નેટવર્થ વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતના પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ગોર ગામમાં થયો હતો. તેમણે ખૂબ નાની ઉંમરે માત્ર 1943માં પોતાની ગાયકીનું કરિયર શરૂ કર્યુ હતુ અને પોતાના જીવન દરમિયાન લગભગ 12,000થી વધુ ગીતો ગાયા છે. રિપોર્ટ્સ મુજબ તેમની કુલ સંપત્તિ અંદાજે 80 થી 100 કરોડ રૂપિયા જેટલી હતી. તેમણે પોતાની સફળ કારકિર્દી અને વિવિધ આવકના સોર્સથી સારા પૈસા બનાવ્યા છે અને આ સંપત્તિ તેઓ પોતાના પરિવાર માટે છોડી ગયા છે. તેમના નામે મુંબઈ અને પુણે સહિત અનેક શહેરોમાં કરોડોની કિંમતના લક્ઝરી ઘર પણ છે. જણાવવામાં આવે છે કે તેમણે પુણેનું એક અપાર્ટમેન્ટ લગભગ 6 કરોડ રૂપિયામાં વેચ્યું હતું. સાઉથ મુંબઈમાં તેમનું રહેઠાણ “પ્રભાકુંજ એપાર્ટમેન્ટ” પણ કરોડોની કિંમતનો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આશા ભોસલેના માતા ગુજરાતી, 12 હજારથી વધુ ગીતો ગાયા, ગુજરાતી ગરબાઓ પણ ગાયા
ADVERTISEMENT
ભારતની જાણીતી ગાયિકા આશા ભોસલેની કમાણીનો મોટો હિસ્સો તેમના ગીતો અને સંગીત કારકિર્દીમાંથી આવતો હતો. તેઓ બોલીવૂડની સૌથી લોકપ્રિય અને સફળ ગાયિકાઓમાં એક હતા અને લાંબા સમય સુધી સંગીત જગતમાં સક્રિય રહ્યા હતા. મ્યુઝિક ઉપરાંત તેમણે બિઝનેસ ક્ષેત્રમાં પણ પગલું ભર્યું હતું. વર્ષ 2002માં તેમણે દુબઈના વાફી મોલમાં “Asha’s” નામનું ભારતીય રેસ્ટોરાં શરૂ કર્યું હતું. આ રેસ્ટોરાંને પછી તેમણે ધીમે ધીમે અન્ય દેશોમાં પણ ડેવલપ કર્યું અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી દીધી.
આશા ભોસલેના રેસ્ટોરાં દુબઈ, કુવૈત, કતાર, બહરીન, અબુ ધાબી, લંડન, માનચેસ્ટર અને બર્મિંઘમ જેવા અનેક શહેરોમાં ચાલે છે. આ બિઝનેસથી તેમની કુલ સંપત્તિમાં મોટો વધારો થયો અને તેઓ ભારતની સૌથી ધનિક મહિલા ગાયિકાઓમાં ગણાતી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT