ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ભારત / આશા ભોસલેના માતા ગુજરાતી, 12 હજારથી વધુ ગીતો ગાયા, ગુજરાતી ગરબાઓ પણ ગાયા

દુખદ / આશા ભોસલેના માતા ગુજરાતી, 12 હજારથી વધુ ગીતો ગાયા, ગુજરાતી ગરબાઓ પણ ગાયા

Published By: Priyankka Triveddi

Last Updated: 02:39 PM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની સૂરોની મલ્લિકા એટલે કે આશા ભોસલેનું આજે 92માં વર્ષે નિધન થયું છે. ગઇકાલે રાતે તેમની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. જ્યાં તેમનું કાર્ડિયાક અરેસ્ટના લીધે નિધન થયું છે.

ADVERTISEMENT

Asha Bhsole Passes Away: સૂરોના સામ્રાજ્ઞી આશા ભોસલેએ આજે દુનિયામાંથી વિદાય લીધી છે પણ તે સૂરોમાં હંમેશા અમર રહેશે. આશા તાઈએ ભારતની વિવિધ ભાષાઓમાં 14000થી પણ વધુ ગીતો ગાયા છે ત્યારે શું તમે જાણો છો કે આશા તાઈનું ગુજરાતી કનેક્શન.

સંગીતમાં અવિસ્મરણીય યોગદાન અને સંઘર્ષ

આશા ભોસલે ભારતીય સંગીત જગતમાં એક એવું નામ છે જે સાત દાયકાથી વધુ સમય સુધી પોતાની અનોખી ગાયકીથી શ્રોતાઓના દિલમાં વસેલું રહ્યું. તેમણે 1943માં માત્ર 10 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત મરાઠી ફિલ્મ *માઝા બલ*થી કરી હતી. શરૂઆતમાં તેમને નાના બજેટની ફિલ્મોમાં ગાવાની તક મળતી હતી પરંતુ તેમની મહેનત અને પ્રતિભા દ્વારા તેઓ ધીમે ધીમે બોલીવુડમાં મજબૂત સ્થાન બનાવી શક્યા. ગઝલ, ભજન, પૉપ અને પ્લેબેક સિંગિંગ જેવી વિવિધ શૈલીઓમાં તેમણે પોતાનો જાદુ ચલાવ્યો. 12 હજારથી વધુ ગીતો ગાઈને તેમણે સંગીત ક્ષેત્રમાં અનોખું સ્થાન મેળવ્યું.

આશાનું ગુજરાતી કનેક્શન

આશા ભોસલેનો ગુજરાત સાથે પણ ખાસ સંબંધ રહ્યો છે. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર મરાઠી-કોંકણી હતા. જ્યારે માતા શેવંતી ગુજરાતી મૂળની હતા. જેના કારણે આશાજી અડધા ગુજરાતી મૂળ ધરાવતા હતા. તેમણે ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં 14 હજારથી વધુ ગીતો ગાયા છે. 1963ની ફિલ્મ *અખંડ સૌભાગ્યવતી* અને 1977ની *સોન કંસારી* જેવી ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતો ખૂબ લોકપ્રિય બન્યા હતા. ઉપરાંત "માડી તારું કંકુ ખર્યું" જેવા ગીતો આજે પણ લોકોના દિલમાં વસેલા છે. અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ અને દિલીપ ધોળકિયા જેવા સંગીતકારો સાથે તેમણે અનેક હિટ ગીતો આપ્યા.

સિદ્ધિઓ અને જીવનની સફર

આશા ભોસલેને તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ જેવા ઉચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેઓ પ્રખ્યાત ગાયક લતા મંગેશકરના નાના બહેન હતા અને સંગીતકાર આર.ડી. બર્મનની પત્ની પણ રહ્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષોમાં જ તેમના લગ્નજીવનનો અંત આવ્યો. ત્યારબાદ તેમણે પોતાના ત્રણ બાળકોનું ઉછેર એકલા હાથે કર્યું. જીવનના અનેક ઉતાર-ચઢાવ વચ્ચે પણ તેમણે પોતાની કારકિર્દીને સતત આગળ વધારી.

ગાયિકા ઉપરાંત સફળ ઉદ્યોગપતિ તરીકે ઓળખ

આશા ભોસલે માત્ર ગાયિકા જ નહીં પરંતુ એક સફળ ઉદ્યોગપતિ પણ હતા. તેમને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હતો અને આ શોખને તેમણે વ્યવસાયમાં પણ ફેરવ્યો. વિશ્વભરમાં તેમના નામથી લગભગ 10 રેસ્ટોરન્ટ ચાલે છે. જ્યાં ભારતીય ભોજન પીરસવામાં આવે છે. દુબઈમાં શરૂ થયેલા તેમના રેસ્ટોરન્ટને મોટી સફળતા મળી. ત્યારબાદ લંડન, મેનચેસ્ટર, બર્મિંગહામ, કુવૈત, દોહા, કતાર, બહેરીન અને અબુધાબી જેવા શહેરોમાં પણ તેમની આની બ્રાન્ચ ખોલવામાં આવી.

પ્રેરણાદાયક વારસો અને યાદગાર સફર

આશા ભોસલેનો સમગ્ર જીવનપ્રવાસ પ્રેરણાદાયક રહ્યો છે. સંગીત ક્ષેત્રમાં તેમની અનોખી ઓળખ ઉપરાંત તેમણે જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને સફળતા હાંસલ કરી. તેમના અવાજે લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને તેમની રચનાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે. ગાયિકા, માતા અને ઉદ્યોગપતિ તરીકે તેઓ જે વારસો છોડીને ગયા છે તે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ રહેશે.

આ પણ વાંચો: ખાવાના ખૂબ શોખીન હતા આશા ભોસલે, દુનિયાના 10 દેશોમાં ખોલી હતી રેસ્ટોરન્ટ

આશા ભોંસલેના જાણીતાં ગુજરાતી ગીતો

  • તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે
  • મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો
  • છાનું રે છપનું
  • માડી તારૂં કંકુ ખર્યું
  • ઊંચી તળાવડીની કોરે
  • ખમ્મા મારા નંદજીના લાલ
  • દૂધે તે ભરી તળાવડી
  • નહીં મેલુ રે તારા ફળિયામાં પગ નહીં મેલું

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian singer Asha Bhosle Gujarati songs

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ