ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:22 PM, 12 April 2026
ADVERTISEMENT
બોલિવૂડની ‘સુરોની મલ્લિકા’ આશા ભોસલેનું 92 વર્ષની ઉંમરે નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે તેમને મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો.
ADVERTISEMENT
આશા ભોસલે બોલિવૂડની સૌથી આઇકોનિક હસ્તીઓમાંની એક હતી. તેમના નામ સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ પણ છે. આશા જીએ પોતાના લગભગ 80 વર્ષના ગાયન કારકિર્દીમાં અનેક સિદ્ધિઓ મેળવી હતી. આ બધાની સાથે તેઓ ખાવાના પણ ખૂબ શોખીન હતા અને દુનિયાભરમાં લગભગ 10 રેસ્ટોરન્ટ્સની માલિક હતી.
ADVERTISEMENT
આશા ભોસલેએ દુબઈમાં પોતાના નામથી એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું જ્યાં તે પોતાના મહેમાનોને તેમની મનપસંદ ભારતીય વાનગીઓ પીરસતી હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, તેમના દુનિયાભરમાં લગભગ 10 રેસ્ટોરન્ટ્સ છે. આશા ભોસલેએ કહ્યું હતું કે દુબઈ સિવાય લંડન અને મેનચેસ્ટરમાં એક-એક રેસ્ટોરન્ટ છે જ્યારે બર્મિંઘમમાં બે છે. કૂવૈતમાં તેમના પાંચ રેસ્ટોરન્ટ્સ છે. ઉપરાંત દોહા, કતાર, બહેરીન અને અબુ ધાબી જેવા મિડલ ઈસ્ટ દેશોમાં પણ તેમના રેસ્ટોરન્ટ્સ આવેલાં છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મશહૂર ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે અવસાન, હાર્ટ એટેકને કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા
આશા ભોસલેને શેફ કોટ પહેરવું ખૂબ જ પસંદ હતું. તેમને આ પહેરીને એવું લાગતું હતું કે જાણે તેઓ કોઈ સુંદર ડ્રેસ પહેરી રહ્યા હોય. ગાયિકાએ એ પણ જણાવ્યું હતું કે તેમને રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. તેમણે કહ્યું કે, હું વારંવાર દુબઈ આવતી રહેતી હતી. મારો દીકરો આનંદ ભોસલે અહીં રહે છે અને રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર પણ એનો જ હતો. જ્યારે તે નાનો હતો ત્યારે હું કામ પરથી પરત આવતી અને તે ખાવાની જિદ્દ કરતો. હું તેના માટે મારા હાથથી જમવાનું બનાવતી. પછી તે મને કહેતો કે ‘મા, જ્યારે હું મોટો થઈશ ત્યારે તમારા નામે રેસ્ટોરન્ટ ખોલીશ અને તેમાં ખાવાનું તમારું જ હશે.
ADVERTISEMENT
ગાયિકાએ જણાવ્યું હતું કે તેમણે રસોઈ બનાવવી અન્ય લોકો પાસેથી શીખી હતી. તે દિવસ-રાત કામમાં વ્યસ્ત રહેતા છતાં તેમને રસોઈ બનાવવાનો અને લોકોને ખવડાવવાનો શોખ હતો. આશા ભોસલેએ 1943માં ગાવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેમની ઉંમર માત્ર 10 વર્ષની હતી. 16 વર્ષની ઉંમરે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ થોડા વર્ષો પછી તેમના લગ્ન તૂટી ગયા. ગાયિકાએ પોતાના બાળકોને પોતે જ ઉછેરીને મોટા કર્યા. આજે તેમના ત્રણ સંતાનો છે બે દીકરા અને એક દીકરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT