બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ભારત / Politics / Asaduddin Owaisi bowled cleanly on the home pitch! Has the Muslim vote equation changed?

રાજનીતિ / હોમપિચ પર જ ક્લીન બોલ્ડ થયા અસદુદ્દીન ઓવૈસી! શું મુસ્લિમ વોટોનું બદલાઈ ગયું સમીકરણ?

Priyakant

Last Updated: 12:58 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને તેલંગાણાની તમામ 119 બેઠકો પર ચાલી રહેલી મત ગણતરીમાં મોટો આંચકો લાગ્યો

  • તેલંગાણામાં કોંગ્રેસ તો આગળ પણ AIMIMને મોટો આંચકો 
  • AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી તમામ સીટો પર પાછળ
  • ગત વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ 7 બેઠકો જીતી હતી

તેલંગાણા વિધાનસભા ચૂંટણી બાદ હાલ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન હવે કોંગ્રેસ શરૂઆતથી જ આગળ ચાલી રહી છે. જોકે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને તેલંગાણાની તમામ 119 બેઠકો પર ચાલી રહેલી મત ગણતરીમાં મોટો આંચકો લાગ્યો છે. ઓવૈસીની પાર્ટી તમામ સીટો પર પાછળ ચાલી રહી છે. નોંધનિય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ 7 બેઠકો જીતી હતી.

રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ 73 સીટો પર અને BRS 33 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 9 બેઠકો પર આગળ છે. અહીં કોંગ્રેસ અને BRS વચ્ચે સીધો મુકાબલો છે. સવારે 9.45 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ઓવૈસીની પાર્ટી 5 સીટો પર આગળ હતી, પરંતુ હવે તે પાછળ રહી ગઈ છે. ઓવૈસી પોતે હૈદરાબાદના સાંસદ છે અને આ વિસ્તાર તેમનો પ્રભાવ વિસ્તાર માનવામાં આવે છે. 

આ જ કારણ છે કે તેણે આ વિસ્તારમાં તમામ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેમને મુસ્લિમ મતદારોનું ઘણું સમર્થન છે અને તેમના બળ પર ઓવૈસી અહીં લાંબા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યા છે. ઓવૈસીનો પરિવાર હૈદરાબાદ સીટ પરથી રાજનીતિ કરે છે. 2018ની ચૂંટણીમાં આ સીટ પર તેમને સૌથી વધુ વોટ શેર મળ્યા હતા. તે સમયે BRSને 119માંથી 88 બેઠકો મળી હતી. કોંગ્રેસને 21 અને AIMIMને 7 બેઠકો મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ