બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / ArcelorMittal denies allegations of land grabbing, says famous report is untrue and totally false

ખુલાસો / સુરતના હજીરામાં કરોડોની જમીન પચાવી પાડવાના આરોપ મામલે આર્સલર મિત્તલનો ખુલાસો, આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા

Hiralal

Last Updated: 08:07 PM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્સલર મિત્તલ સ્ટીલ ઈન્ડીયા લિમિટેડે હજીરા નજીક કરોડોની જંગલની જમીન પર અતિક્રમણ કરવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યો હતો અને આ મામલે ખુલાસો કર્યો હતો.

  • હજીરા નજીક કરોડોની જંગલની જમીન પચાવી પાડી હોવાનો આરોપ કંપનીએ ફગાવ્યો
  • કહ્યું પ્રસિદ્ધ અહેવાલ અસત્ય અને ખોટો
  • કંપનીએ આવી કોઈ જમીન પચાવી પાડી નથી-કંપની
  • આર્સલર મિત્તલ પર જમીન પચાવી પાડવાનો લાગ્યો હતો આરોપ 

સુરતમાં હજીરા નજીક 38.71 હૅક્ટર જંગલની જમીન પર અતિક્રમણ કરવાના આરોપનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ AMNS કંપનીએ આ મામલે ખુલાસો કર્યો હતો. કંપનીએ 600 કરોડની જમીન અને 18 કરોડના દંડને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે અહેવાલ પાયાવિહોણા છે.

ગુજરાત સરકારે દંડ સંબંધિત કોઈ હુકમ બહાર પાડ્યો નથી : કંપની

કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વન વિભાગની આવી કહેવાતી જમીન અંગે જે આક્ષેપ કરાયો છે તે મુજબનો ગુજરાત સરકારે કોઈ હુકમ બહાર પાડ્યો નથી. કંપની તમામ કાનૂની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરી રહી છે અને તેની સામે જે આક્ષેપો કરાયા છે તે ખોટા છે. કંપનીએ કહ્યું કે અમે એ સ્પષ્ટતા કરીએ છીએ કે ઍસ્સાર સ્ટીલ ઈન્ડીયા લિમિટેડે ડિસેમ્બર 2019 થી વર્તમાન શેરહોલ્ડર્સે કંપનીનું શેરહોલ્ડિંગ અને મેનેજમેન્ટ હસ્તગત કર્યું છે. એસ્સાર સ્ટીલ ઈન્ડીયા લિમિટેડને ત્યારથી AMNS નામ આપવામાં આવ્યું છે. આ રિઝોલ્યુશન પ્લાન અમલામાં આવ્યાં પછી કંપનીના અગાઉના મેનેજમેન્ટ દ્વારા કોઈ નિયમ પાલન કરાયું ન હોય તો તેની અમારી જવાબદારી રહેતી નથી. 

કંપની પર શું આક્ષેપ થયો હતો 

સૂત્રોના જણાવ્યાનુસાર, માર્ચ 2021 માં ગુજરાત સરકારે આર્સલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાને 300 મેગાવોટ પાવર પ્લાન્ટની સ્થાપના કરવા માટે AMNS હજીરા સ્ટીલ પ્લાન્ટ નજીક 38.71 હેક્ટર જંગલનની જમીન ફાળવવાની મંજૂરી આપી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ જંગલની જમીન પર કંપનીના અતિક્રમણની વિરૃદ્ધની એક જનહિતની અરજી પર સુનવાણી કરતી વખતે રાજ્ય સરકાર અને AMNS ને નોટીસ પાઠવીને આ અંગેનો ખુલાસો માગ્યો હતો તેમ છતાં પણ ગુજરાત સરકારે હાઈકોર્ટની નોટીસનો જવાબ આપવાની તસદી લીધી નહોતી તેવો પણ આરોપ કરાયો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર ખુદ રાજ્ય સરકારના રિપોર્ટમાં જણાવાયું છે કે AMNS એ ધાતુનો ભંગાર નાખવા માટે 23 હેક્ટર જંગલની જમીન પર કબજો કર્યો છે. પરંતુ રાજ્ય સરકારે આ કેસમાં આંખ આડા કાન કરી રહી છે અને આ આખા ગંભીર કેસને ફક્ત નજીવો દોષ ગણાવીને કેસમાંથી હાથ અધ્ધર કરી લીધો છે. AMNS એ 23.15 હેક્ટર જંગલની જમીન પર ગેરકાયદેસર બાંધકામ શરું કર્યું તથા હજારો ટન ભંગાર ફેંક્યો હોવાનો પણ આરોપ કરાયો હતો. 

જંગલની જમીનનો બજાર ભાવ 600 કરોડ હોવાનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે હાલમાં હેક્ટર દીઠ જંગલની જમીનની નેટ વેલ્યુ વધારેમાં વધારે 9.5 લાખ રુપિયા છે જ્યારે આ જમીનનો બજાર ભાગ ઓછામાં ઓછો હેક્ટર દીઠ 16 કરોડ રુપિયા છે. આ હિસાબે ગણતરીએ કરીએ તો જંગલની જમીનનો બજાર ભાવ 600 કરોડ રુપિયા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો 18 કરોડનો દંડ બજાર ભાવ પ્રમાણે નથી. ગુજરાત સરકારે પાણીના ભાવે જંગલનની જમીન કંપનીને પધરાવી દીધી.

સંકળાયેલા મુદ્દાઓ

arcelor mitttal arcelor mitttal clarification આર્સલર મિત્તલ આર્સલર મિત્તલનો ખુલાસો વીટીવી એક્સક્લુસિવ arcelar steel mittal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ