બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / anushka sharma virat kohli daughter vamika 3rd year birthday gift hamper viral

મનોરંજન / વિરૂષ્કાની પુત્રી વામિકાને બર્થ-ડે પર અપાઇ હતી આ સ્પેશ્યલ ગિફ્ટ, 1 મહિના બાદ ગિફ્ટ પેક થયું વાયરલ

Vikram Mehta

Last Updated: 10:52 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. થોડા દિવસ પહેલા વિરાટ કોહલીએ તેમના દીકરાના જન્મના ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર વામિકાની બર્થડે ગિફ્ટની ઝલક સામે આવી છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. ફેન્સ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની અન્ડરસ્ટેન્ડિંગ અને એકબીજા સાથે મસ્તી કરવાનો અંદાજ ખૂબ જ પસંદ આવે છે. થોડા દિવસ પહેલા વિરાટ કોહલીએ તેમના દીકરાના જન્મના ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર વામિકાની બર્થડે ગિફ્ટની ઝલક સામે આવી છે. 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી તેમની દીકરી વામિકાનો જન્મ થયો હતો. વામિકાના અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિરાટ અને અનુષ્કાએ વામિકાને કેમેરાથી બચાવવાની ખૂબ જ કોશિશ કરી પણ, તેમ છતાં ફેન્સે વામિકાનો ફોટો ક્લિક કરી લીધો હતો. 

વામિકાની બર્થડે ગિફ્ટ
11 જાન્યુઆરીના રોજ વામિકાનો જન્મદિવસ હતો અને તેના બર્થડે પર તેને ઈન્દ્રધનુષની થીમની ગિફ્ટ મળી હતી. વામિકાની બર્થડે ગિફ્ટનો સામે આવ્યો છે અને તે ખૂબ જ સુંદર છે. અનુષ્કા શર્માની દીકરીને પિંક કલરની ઘણી બધી ગિફ્ટ મળી હતી. ક્લાઉડ કટઆઉટનું એક બોક્સ મળ્યું હતું, જેમાં અલગ અલગ વસ્તુઓ હતી. જેમાં વામિકાના નામની પેઈન્ટિંગ હતી. 

ઉપરાંત આ ગિફ્ટ બોક્સમાં એક કાર્ડ હતું, જેમાં વામિકા માટે એક સરસ બર્થ ડે મેસેજ લખેલો હતો. કાર્ડને સ્ટાર્સ અને પેઈન્ટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું, જેમાં ‘હેપ્પી બર્થ ડે વામિકા’ લખ્યું હતું. આ બર્થ ડે ગિફ્ટ બોક્સમાં એક સરસ પિંક કલરની ક્યૂટ બેગ છે, બેગમાં એક રોબોટ હતો, જેમાં વામિકાનું નામ લખ્યું હતું, નોટપેડ, કલર બોક્સ અને DIY વસ્તુઓ હતી. 

વધુ વાંચો: ઉર્વશી રૌતેલાને જન્મદિન પર હની સિંહે ગિફ્ટ કરી રૂ. 3 કરોડની ગોલ્ડ કેક, લોકોએ પૂછ્યું - 'હવે ખાશો કે પછી?'

લંડનમાં અનુષ્કા શર્માની સેકન્ડ ડિલીવરી
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર 20 ફેબ્રુઆરીના રોજ ગુડ ન્યૂઝ આપી હતી કે, તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. અનુષ્કાએ 15 ફેબ્રુઆરીના રોજ લંડનમાં દીકરાને જન્મ આપ્યો હતો. આ દીકરાનું નામ અકાય રાખવામાં આવ્યું છે, જેનો અર્થ ‘ખૂબ જ ખાસ’ એવો થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Virat Kohli Virat Kohli Son anushka sharma daughter vamika birthday vamika birthday gift virat daughter અનુષ્કા શર્મા વામિકા બર્થ ડે ગિફ્ટ વામિકા બર્થડે વિરાટ કોહલી વિરાટ કોહલી દીકરી entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ