ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / yo yo honey singh gifted urvashi rautela gold cake worth 3 crore users comments
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના લુક્સની સાથે ડાન્સિંગ મૂવ્સના કારણે પણ ચર્ચામાં રહે છે. ઉર્વશીના ફોટો મોટાભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ફેંસ તેમના લુક્સના દીવાના છે. ઉર્વશીએ 25 ફેબ્રુઆરીએ 30મો જન્મદિવસ ઉજવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉર્વશીએ પોતાનો બર્થડે ખૂબ જ ધૂમધામથી ઉજવ્યો છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઉર્વશીના બર્થ ડે પર રેપર યો યો હની સિંહે તેમને એક સ્પેશિયલ ગિફ્ટ આપ્યું છે. જેને જોઈને બધા ચોંકી ઉઠ્યા છે. હની સિંહે ઉર્વશીને બર્થડે પર સોનાની કેક આપી છે.
સોશિયલ મીડિયા પર છવાઈ બર્થ ડે કેક
ઉર્વશીની બર્થ ડે કેક સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પહેલી વખત કોઈએ સોનાની કેક જોઈ હશે. કેક જોયા બાદ ફેંસને લાગી રહ્યું હતું કે તે સિમ્પલ ગોલ્ડન ડસ્ટ વાલી કેક છે પરંતુ જ્યારે હની સિંહે જણાવ્યું કે આ કેકની કિંમત 3 કરોડ છે તો લોકો ચોંકી ઉઠ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
24-કેરેટની ગોલ્ડ કેક
હની સિંહે પોતે સ્ટેટમેન્ટમાં ખુલાસો કર્યો છે કે આ 24 કેરેટ ગોલ્ડની કેક છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, "હું આ સ્પેશિયલ ઓકેશન પર કંઈક ખાસ આપવા માંગતો હતો. મેં તેમને કેક આપી જેમી કિંમત 3 કરોડ રૂપિયા છે. હું આ કેક કટિંગ મૂમેન્ટને યાદગાર બનાવવા માંગતો હતો કે લોકોને યાદ રહે કે કોઈએ પોતાના કો-સ્ટાર માટે આવું કંઈ કર્યું હતું. તે પોતાના કામમાં ખૂબ જ એક્સપર્ટ છે અને આ રીતનું ટ્રીટમેન્ટ તે ડિસર્વ કરે છે."
ઉર્વશીએ શેર કર્યા ફોટોઝ
ઉર્વશીએ પોતાની કેક કટિંગ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોઝમાં તેમણે રેડ કલરનુ ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્વશીએ ફોટોઝ શેર કરતા લખ્યુ-'લવડોઝ 2ના સેટ પર બર્થ ડે સેલિબ્રેશન.'
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: એન્ટી ચીટીંગ બિલ પર કંગના રનૌતે એવી શું ભૂલ કરી? કે બાદમાં પોસ્ટ ડિલીટ કરવી પડી
ઉર્વશીના આ પોસ્ટ પર યુઝર્સ મજા લઈ રહ્યા છે. કેકને જોઈને તે કહી રહ્યા છે કે તેનું શું કરવું જોઈએ? એક યુઝરે લખ્યું- "કેકને ખાવી જોઈએ કે રાખી મુકવી જોઈએ, 24 કેરેટ ગોલ્ડની છે તો..." ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- ગોલ્ડન કેક....
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો