બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / What mistake did Kangana Ranaut make on the anti-cheating bill? That later the post had to be deleted

બોલીવુડ / એન્ટી ચીટીંગ બિલ પર કંગના રનૌતે એવી શું ભૂલ કરી? કે બાદમાં પોસ્ટ ડિલીટ કરવી પડી

Vishal Dave

Last Updated: 11:06 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક મીમ પેજ ફરીથી શેર કર્યું જેમાં સંબંધોમાં છેતરપિંડી વિશે લખ્યું હતું. કંગનાએ આ પોસ્ટને સાચી માનીને તેને શેર કરી દીધી હતી

કંગના રનૌત એ સેલિબ્રિટીઓમાંની એક છે જે પોતાના શબ્દોથી પીછેહઠ કરતી નથી. તે સોશિયલ મીડિયા પર રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતી રહે છે. રવિવારે તેણે એન્ટી ચિટિંગ બિલ પર કંઈક એવું લખ્યું કે બાદમાં તેણે પોસ્ટ ડિલીટ કરવી પડી. છેતરપિંડી વિરોધી બિલ તાજેતરમાં લોકસભામાં પસાર થયું હતું. આ બિલ જાહેર પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે લાવવામાં આવ્યું હતું. કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક મીમ પેજ ફરીથી શેર કર્યું જેમાં સંબંધોમાં છેતરપિંડી વિશે લખ્યું હતું. કંગનાએ આ પોસ્ટને સાચી માનીને તેને શેર કરી દીધી હતી.. 

નકલી સમાચાર સાચા મળ્યા

કંગનાએ મેમ પેજને સાચુ સમજ્યું અને તેને સૌથી મહત્વપૂર્ણ બિલ ગણાવ્યું. તેણે પોસ્ટમાં 'સ્ટાર્સની પત્નીઓ' પર પણ કટાક્ષ કર્યો અને લખ્યું કે તેમણે સરકારનો આભાર માનવો જોઈએ. મીમ પેજ શેર કરતા કંગનાએ લખ્યું હતું કે, રામ રાજ્યમાં આપનું સ્વાગત છે. તમામ સેલેબ્સની પત્નીઓ સરકારનો આભાર માની શકે છે. આગળ તેણે હાથ જોડી ઈમોજી બનાવ્યું. કંગનાએ વધુમાં ઉમેર્યું હતું કે, 'ડેટિંગ અને હૂકઅપ એપ્સના યુગમાં નકલી લગ્નના વચનો અને ખોટી બાબતોમાં ફસાયેલી યુવા, સંવેદનશીલ મહિલાઓની સુરક્ષા માટે આ સૌથી મહત્વપૂર્ણ બિલ છે

આ પણ વાંચોઃ 'મને ભારતીય ફિલ્મ મેકર કહેવડાવવું...', 'જવાન'ના ડાયરેક્ટરને નથી પસંદ Pan India શબ્દ, જુઓ શું કહ્યું

 

કંગનાએ શેયર કરેલી મૂળ પોસ્ટમાં શું લખ્યું હતું

કંગનાએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'લોકસભાએ તાજેતરમાં જ એન્ટી ચીટ બિલ પાસ કર્યું જે એક અભૂતપૂર્વ પગલું છે. આ ભારતમાં સંબંધોના સંદર્ભમાં મહત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત છે. આ કાયદો  સંબંધોમાં છેતરપિંડી કરતા પકડાયેલા વ્યક્તિઓ માટે કડક સજાની જોગવાઈ કરે છે, જેમાં 10 વર્ષની સખત કેદ અને 1 કરોડ રૂપિયાનો ભારે દંડ સામેલ છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ