બ્રેકિંગ ન્યુઝ
VTV / Another piece of good news for employees, inflation allowance likely to rise 28 per cent to 31 per cent, find out when
Hiralal
Last Updated: 04:08 PM, 26 July 2021
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ તથા પેન્શનર્સને વધેલુ મોંઘવારી ભથ્થાની ચુકવણી સપ્ટેમ્બરમા અંતમાં થનાર પગારમાં મળશે. તેનાથી પણ સારી વાત એ છે કે પગારમાં ત્રણ ડીએના હપ્તાની ચુકવણી પણ થવાની છે. ખુશખબર આટલેથી પુરી થતી નથી. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ફરી એક વાર વધી શકે છે.
AICPI ના આંકડા પરથી સ્પસ્ટ છે કે 3 ટકા મોંઘવારી ભથ્થું હજુ પણ વધશે
ADVERTISEMENT
જુન 2021 નું મોંઘવારી ભથ્થું હજુ નક્કી થયું નથી પરંતુ જાન્યુઆરીથી મે 2021 ના AICPI ના આંકડા પરથી સ્પસ્ટ છે કે 3 ટકા મોંઘવારી ભથ્થું હજુ પણ વધશે.
3 ટકાના વધારા બાદ કુલ મોંઘવારી ભથ્થું 31 ટકા જેટલું થઈ જશે.
JCM સેક્રેટરી શિવ ગોપાલે મિશ્રાએ જણાવ્યું કે 3 ટકા મોંઘવારી ભથ્થાની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે જોકે તેની ચુકવણી ક્યારથી થશે તે હજુ નક્કી નથી. પરંતુ 3 ટકાના વધારા બાદ કુલ મોંઘવારી ભથ્થું 31 ટકા જેટલું થઈ જશે. અર્થાત ફરી એક વાર પગારમાં વધારો થવાનો નક્કી છે.
કર્મચારીઓને મળશે ડબલ લાભ
કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી બેસિક સેલેરીમાં 28 ટકાનું મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્ર સરકારે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સાથે કર્મચારીઓનું ઘર ભાડુ પણ વધારાયું છે. એટલે કે કર્મચારીઓની ઓગસ્ટની સેલેરી હવે ડબલ બોનાન્ઝાની સાથે આવશે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાની સાથે ઘર ભાડામાં પણ વધારાની મંજૂરી આપી દીધી છે. નિયમો અનુસાર, મોંઘવારી ભથ્થું 25 ટકા કરતા વધારે થઈ ગયું હોવાથી ઘર ભાડામાં વધારો થયો છે. 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું 28 ટકા થઈ ગયું હોવાથી ઘર ભાડું પણ વધી ગયું છે.
સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.
સરકારે કર્મચારીઓ માટે બાળક શિક્ષણ ભથ્થાના નિયમોમાં છૂટ આપી દીધી છે. મોંઘવારી ભથ્થા માટે કેન્દ્રીય કર્મચારીઓને ભલે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડે પરંતુ કેન્દ્ર સરકારે તેમને એક મોટી રાહત આપી દીધી છે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે બાળ શિક્ષણ ભથ્થાના નિયમોમાં છૂટ આપી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.