ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હત્યા કે આપઘાત! જ્યોર્જિયામાં છેલ્લાં 16 દિવસથી ગુમ વિદ્યાર્થીનો નદીમાંથી મળ્યો મૃતદેહ
Last Updated: 07:42 PM, 30 May 2026
ADVERTISEMENT
વિદેશમાં અભ્યાસ માટે ગયેલા વધુ એક ગુજરાતી યુવકના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જ્યોર્જિયામાં છેલ્લા 16 દિવસથી ગુમ થયેલા 22 વર્ષીય વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનો મૃતદેહ નદીમાંથી મળી આવતા તેના પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
14 મેના રોજ પોતાના હોસ્ટેલમાંથી અચાનક થયો હતો ગુમ
માહિતી મુજબ, ધ્વનિત 14 મેના રોજ પોતાના હોસ્ટેલમાંથી અચાનક ગુમ થયો હતો. તેના ગુમ થવાની જાણ થતા સ્થાનિક પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલી શોધખોળ બાદ ધ્વનિતનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે.
ADVERTISEMENT
મૃત્યુ પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી
ધ્વનિતના મૃત્યુ પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે. ધ્વનિતે આપઘાત કર્યો કે તેની હત્યા કરવામાં આવી તે અંગે સત્તાવાર રીતે કોઈ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોનો આરોપ છે કે ધ્વનિતને તેના મકાન માલિક દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, ધ્વનિત અને મકાન માલિક વચ્ચે થોડા સમય પહેલાં ગંભીર વિવાદ પણ થયો હતો. તેથી તેઓ ધ્વનિતના મોત પાછળ આ વિવાદ જવાબદાર હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે
બીજી તરફ, સ્થાનિક પોલીસ ધ્વનિતના સંપર્કો, રહેઠાણ અને છેલ્લી વખત તેની સાથે જોડાયેલી ઘટનાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL ફાઇનલ મેચને લઇ અમદાવાદમાં દોડશે AMTS-BRTSની વધારાની બસો
ગુજરાતી યુવકોની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા
ADVERTISEMENT
આ ઘટનાએ વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે રહેલા ગુજરાતી યુવકોની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે. ધ્વનિતના અવસાનથી તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.