બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / An important decision of the medical department and the health department to the patients after the doctors' strike

ગુજરાત / તબીબોની હડતાળ બાદ મેડિકલ હોસ્પિટલ અને દર્દીઓને આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

Mehul

Last Updated: 03:32 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર માટે નિર્ણય.

  • મેડિકલના વિદ્યાર્થીઓની હડતાલનો મામલો 
  • તબીબી હડતાલ સામે આરોગ્ય વિભાગનું પગલું
  • સ્થિતિ નિયંત્રણ માટે ફાળવાશે વધારાનો સ્ટાફ 

અમદાવાદ,રાજકોટ સુરત સહીતનાં તબીબી વિધાર્થીઓ ની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે. સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે.  મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે. 

 ગુજરાત રાજ્યમાં હાલ વિવિધ માંગોને લઈને જુનિયર તબીબો હડતાળ કરી રહ્યા છે ત્યારે જુનિયર તબીબોને હેડ દ્વારા ધમકી મળ્યાનો જુનિયર તબીબોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ સિવિલમાં હડતાળ પર ઉતરેલા તબીબોને ધમકી અપાયાના આક્ષેપ થઈ રહ્યા છે.

મહત્વનું છે કે ગુજરાતમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓ પર માગ ન સ્વીકારાતા તબીબોએ  હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ગત અઠવાડિયે પણ તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો OPDમાં આજે નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે, પરતું દર્દીઓને પરેશાની ન ભોગવવી પડે એ માટે હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલું રહેશે તેવું તબીબો જણાવી રહ્યા છે. 

રાજકોટમાં 200થી વધારે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર

આ તરફ રાજકોટમાં આજથી રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી રહ્યા છે, 200થી વધારે ડૉક્ટરો હડતાળ પર જતા મેડિકલ કોલેજના ટ્યુટર્સ અને મેડિકલ ઓફિસરને ફરજ પર રહેવા સૂચના અપાઈ છે, દર્દીઓ પરેશાન ન થાય તે માટે હોસ્પિટલ સત્તાધીશોનો નિર્ણય કર્યો છે. રેસિડેન્ટ ડૉક્ટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે તબીબોની માંગ અને સરકાર વચ્ચેની લડાઈમાં સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.  

બીજી તરફ સુરતની સિવિલ-સ્મીમેરના હોસ્પિટલના તબીબોની હડતાળ યથાવત જોવા મળી રહી છે, ત્યારે આજથી ઇમરજન્સી સેવાઓ પણ તબીબોએ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.  સ્મીમેર હોસ્પિટલમાં સવારથી ઇમરજન્સી સેવા બંધ કરવામાં આવી છે ત્યારે જ્યારે નવી સિવિલમાં સાંજે પાંચ વાગેથી ઇમરજન્સી સેવા બંધ કરાશે તેવું તબીબોએ એલાન કર્યું છે. હવે ઇમરજન્સી સેવા બંધ કરાતા હોસ્પિટલ આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની પડતર પ્રશ્નો અને માગોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તબીબો હડતાળ યથાવત રાખવની ચીમકી ઉચ્ચારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ આરોગ્ય વિભાગ ગુજરાત તબીબી હડતાલ માંગણી મેડીકલ હોસ્પિટલ સ્ટાફ Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ