ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / amit chavda big statement over MLA horse trading gujarat rajyasabha elections 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
તમે સાચવી ના શક્યા એમાં અમારો વાંક ઃ રૂપાણી
સમગ્ર ગુજરાતની રાજનીતિમાં કંઈક નવો ભૂંકપ આવ્યો હોય તેમ ધારાસભ્યો પાટલી બદલી ગયા. જોકે પ્રજા અને ધારાસભ્યોમાં એ સૌથી મોટી ચર્ચાનો મુદ્દો બન્યો કે ધારાસભ્યો વેચાયા કેટલામાં. આ મુદ્દે મનોમન ધુંઆપુઆ થયેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગૃહમાં જ નિવેદન આપ્યું CM રૂપાણીના બંગલે અમારા પાંચ ધારાસભ્યો સાથે 65 કરોડમાં સોદા થયા છે. જોકે જેવું અમિત ભાઈ 65 કરોડના સોદા બોલ્યા ત્યાં જ CM રૂપાણી ઉભા થઈ ને બોલ્યા કે કોંગ્રેસ પોતાના ધારાભ્યોને સાચવી ના શકે, અને આરોપ અમારા પર મૂકે છે.
ADVERTISEMENT
ભાજપ 65 કરોડ લાવી ક્યાંથીઃ ચાવડા
જો કે આ સાથે અમિત ચાવડાએ ગૃહમાં શાસક પક્ષ પર વાક પ્રહાર કરતાં કહ્યું કે પાંચ ધારાસભ્ય ના રાજીનામાં પડ્યા 65 કરોડ નો સોદો થયો, મુખ્યપ્રધાનના ઘરે સોદો થયો તો ક્યાંથી લાવ્યા 65 કરોડ, કેવી રીતે લાવ્યા 65 કરોડ, ક્યાંથી કર્યો ભ્રષ્ટાચાર. અમિત ચાવડાના આ નિવેદનથી થોડી વાર ભાજપમાં સોપો પડી ગયો હતો. ત્યાર બાદ વિજયભાઈ, નીતિનભાઈ અને પછી જીતુ વાઘાણી એમ બધા અમિતભાઈને જવાબ વાળવા ઉભા થયા હતા.
ADVERTISEMENT
ધારાસભ્યોને 15-15 કરોડનું ચુકવણું પણ થયું છેઃ સુત્રો
રાજકીય સુત્રોને મળતી માહિતી મુજબ પાંચેય કોંગી ધારાસભ્યોનો સોદો 65 કરોડમાં થયો છે. એક સિનિયર ધારાસભ્યને 20 કરોડ અને બીજા 4 ધારાસભ્યોને 15-15 કરોડનું પેમેન્ટ અત્યારે જ થઈ ગયું છે. આ ઉપરાંત ભાજપમાં આવવાં ઉતાવળના થઈ રહેલાં અન્ય બે ધારાસભ્યોને પણ કંઈક મોટી રકમ આપવાની વાત ચાલી રહી છે. આ ધમાસાણા વચ્ચે BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વિટ કરી એવું કહ્યું હતું કે કોંગી ધારાસભ્યોનો સોદા 100 કરોડમાં થયો હતો. એક ધારાસભ્યોનો થયો કે 100 કરોડમાં બે ગયા. જોકે વસાવા મીડિયાની ચર્ચામાં આવતાં અંતે આજે તેમણે આ ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.
ADVERTISEMENT
નરહરિ અમીનને સોદાની 50 ટકા રકમ આપાવા ભાજપનો દમ
ભાજપના અંગત રાજકીય સુત્રો મુજબ જીતુ વાઘાણી સહિતના મોવડી મંડળે પાછળથી નરહરિ અમીનને ટિકિટ આપી તેના પર દમ માર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લેવા જે પણ ચુકવણું થાય તેના 50 ટકા રૂપિયા તમારે ચુકવવા પડશે. આથી ગઈકાલે જ્યારે કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે 20 કરોડ અને 15 કરોડ એમ તાત્કાલિક ચુકવણું થયું છે જે રકમ નરહરિ અમીનને ચુકવવાનો વારો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ