ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / amedabad municipal corporation message helpline number
ADVERTISEMENT
ADVERTISEMENT
શહેરના નાગરિકો વિવિધ ટેક્સ ભરે છે તેની સામે કોર્પોરેશને શહેરીજનોને જાહેર સુખાકારી તથા માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. પરંતુ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ આવા જનતાના પ્રતિનિધીઓ તેમના વિસ્તારમાં શોધ્યા પણ જડતા નથી. આથી પ્રાથમિક સુવિધાને લઇ નાગરિકોમાં અસંતોષ વધતો જાય છે. તેથી સામાન્ય નાગરિકો આ અંગે એએમસીને ફરિયાદ કરી શકે તે અને તેનો જલદી નિકાલ આવી શકે તે માટે કોર્પોરેશને વર્ષ 2015થી 155303 હેલ્પલાઇન નંબર આપ્યો છે. આ નંબર પર લોકો ફરિયાદ તો કરે છે પરંતુ તેનો નિકાલ થતો નથી. અને જે થાય છે તે મોડો થાય છે.
ADVERTISEMENT
શહેરના નાગરિકોની સમસ્યા શાસકો અને વહીવટી તંત્ર સુધી પહોંચે અને તેનો તત્કાલ નિરાકણ આવે તે માટે ટેકનોલોજીનો આવો ઉપયોગ આશીર્વાદ રૂપ થઈ શકે છે. પરંતુ સવાલ દાનતનો છે. પરંતુ સેવાની બદદાનતને પણ જ્યારે આવી ટેકનલોજીનો સાથ મળે છે ત્યારે તે વધારે વકરે છે. તેનુ ઉદાહરણ આ નાગરિકોને કામ થયા વિના મળતા મેસેજ છે. કેમકે અનેક વાર ફરિયાદનો નિકાલ નીકાલ ન થયો હોવા છતા ફરિયાદ નીકાલ કરી દેવાયા હોવાનો મેસેજ આવે છે. આવો અનુભવ ઘણા નાગિરકોને થયો છે. માત્ર નાગરિકોને જ નહીં કેટલાક કોર્પોરેટરોને પણ આવો અનુભવ થયો છે.
અમદાવાદ કોર્પોરેશન વિકાસની વાતો કરે છે પરંતુ હકીકતમાં તેની કામગીરી કેવી છે તેનો ખ્યાલ ચોપડે નોધાતી ફરિયાદોથી ખ્યાલ આવે છે. મહાનગરપાલિકાને પ્રાથમીક સુવિધાને લઇને રોજની આશરે એક હજારની આસપાસ ફરિયાદ મળે છે. પરંતુ ચબરાક કર્મચારીઓ ફરિયાદના નિકાલ પહેલાં જ ફરિયાદ નિકાલનો મેસેજ કરીને આભાસી ચિત્ર ઊભું કરે છે. આવા કર્મચારીઓ અને અધિકારીઓ પર મ્યુનિસિપર કમિશરને લાલ આંખ કરી છે.
ADVERTISEMENT
તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ જો સાચી સેવાભાવના સાથે કરવામાં આવે તો તો અનેક પ્રશ્નનો ઉકેલ ગણતરીની મિનિટોમાં આવી શકે તેમ છે. પરંતુ જ્યારે આ જ ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે કર્મચારીઓ પોતાની આળસને ચાદર ઓઢાડવા માટે કરે છે ત્યારે સમસ્યાનો ગુણાકાર થાય છે. અને સરવાળે નાગરિકોને નુકસાન પહોંચે છે. કદાચ આ બાબતને ભગવાન નહીં તો ટેકનોલોજીની ત્રીજી આંખ તો જોઈ જ રહી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ