બ્રેકિંગ ન્યુઝ
Juhi
Last Updated: 04:47 PM, 28 October 2019
શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.
ADVERTISEMENT
આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે.
ADVERTISEMENT
આમળાનો રસ બનાવવાની રીત:
આમળાના નાના નાના ટુકડા કરી લેવા. આને મિક્સરમાં પીસીને રસ કાઢી લો. પીસેલા આમળાને એક કપડામાં બાંધીને દબાવીને રસ ગાળી લો. આમાં પાણી મિક્સ કરીને પીવું. આ સિવાય તમે આ રસમાં થોડું મીઠું, સંચળ, કાળા મરી સ્વાદ વધારવા માટે ઉમેરી શકો છો.
જાણો આમળાના રસના ફાયદા:
- આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદરૂપ થાય છે.
- આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘુંટણાના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
- આમળાના રસમાં ડાયયૂરેટિક ગુણ હોય છે જે યૂરિન સંબંધિત તમામ પ્રોબ્લેમ્સમાંથી બચાવવામાં મદદરૂપ થાય છે.
- આમળાના રસમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આને પીવાથી ડાઇજેશન સારૂ રહે છે અને કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
- આમળાનો રસ પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. સ્કિનની ચમક વધે છે અને વાળ કાળા અને ઘટ્ટ બનવામાં મદદ કરે છે.
- આમળામાં વિટામિન C ની માત્રા વધુ હોય છે જે નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. આને પીવાથી તરત જ એનર્જી મળે છે.
- રોજ આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.